________________ ચોસ. ! (પ૪૯ ). તેમણે તત્કાળ પ્રજ્ઞપ્તિ વિદ્યાનું સ્મરણ કરીને તેને તેના ઉપાય પડ્યો. તે વિદ્યાદેવીએ પણ તત્કાળ પ્રત્યક્ષ થઈ તે ઉત્તમ રાજાને તેમના કાકા પરિણામે પ્રતિબોધ પામે તેવો ઉપાય આ પ્રમાણે કો–“હે રાજન ! તે તાપસ રાજર્ષિ જે સ્થાને પંચાગ્નિ તપ કરે છે, તે સ્થાને પૂર્વ દિશામાં રહેલા મોટા અગ્નિના કુંડમાં એક સુકું, પોલું, જાડું, લાંબું અને પહોળું લાકડું છે, તેમાં ભયંકર અને મોટા શરીરને ધારણ કરતો એક સર્પ તથા સર્ષણ છે. દક્ષિણ દિન શામાં જે અગ્નિકુંડ છે તેમાં રહેલા મોટા કાષ્ઠમાં એક ક્રોધ પામેલ કાકીડે છે, તે વાળાની શ્રેણીના તાપથી વ્યાકુળ થઈ ત્રાસ પામી રહ્યો છે. પશ્ચિમ દિશામાં જે અગ્નિકુંડ છે, તેમાં તાપના આકુળપણાથી અત્યંત ચપળ થયેલી ઉધેઈઓ પુષ્કળ બળે છે, તથા ઉત્તર દિશામાં જે અગ્નિકુંડ છે તેમાં રહેલા કાષ્ઠને વિષે અસંખ્ય દેડકીઓ છે, તે તાપથી પીડા પામીને પ્રાયે મરણ તુલ્ય થયેલી છે, તેથી તે તે કાષ્ઠોને ચીરી તેના બે ભાગ કરી અંદર રહેલા અગ્નિના ભયથી વ્યાકુળ થયેલા તે તે પંચેંદ્રિય પ્રાણીઓને તમે શીધ્રપણે દેખાડજો. પછી હે નરેંદ્ર ! કેમળ વચનવડે દયાધર્મની પ્રરૂપણા કરી તથા તેજ ધમને સિદ્ધ કરી તમે તમારા કાકા તાપસેંદ્રને પ્રતિબંધ પમાડજે.” - આ પ્રમાણે કહીને તે વિદ્યાદેવી અદશ્ય થઈ. તે વખતે તે નરનાથને પોતાના કાકાને મિથ્યાત્વમાર્ગથી પાછા વાળી શ્રી જિનપ્રવચનરૂપ માર્ગમાં લાવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, તેથી તત્કાળ પોતે જે માર્ગે જતાં હતા તે માર્ગને ત્યાગ કરી જે માગે ઘણું લેકે જતા હતા તે માર્ગ ગ્રહણ કરી પરમતત્ત્વની બુદ્ધિવાળા અને પરિપૂર્ણ ધીરતાવાળા જયાનંદ રાજા શીધ્રપણે તે રાજર્ષિ પાસે ગયા. પછી ત્યાં રહેલા સર્વ મનુષ્યોને તેણે દૂર કર્યો અને પોતાના કાકાને આદરથી કાંઈક નમન કરી ભયરહિતપણે કહ્યું કે “હે રાજષિ ! ધર્મનું સ્વરૂપ હું કહું તે જરાક સાંભળ–સર્વ જીવોને વિષે સભ્ય પ્રકારની જે દયા છે તેજ ધર્મનું જીવિત છે. સર્વ ઠેકાણે સર્વ દર્શનમાં પૂર્વપુરૂષોએ તે દયાનેજ આગળ કરી છે. તે દયાજ સર્વ ધર્મનું રહસ્ય છે અને તેજ સર્વ સંપત્તિનું, સુખનું અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust