________________ ચૌદમે. સર્ગ.. (પ૪૭) કદ્વારા બોલાવી તેમણે પૂછ્યું કે –“હે ભદ્ર! આ સર્વ જન કયાં જાય છે?” ત્યારે તે પુરૂષે નમસ્કાર કરીને કહ્યું કે– “હે રાજેદ્ર! પૂર્વ તરફના મરમ નામના ઉદ્યાનમાં તાપસમાં અગ્રેસર જય નામના રાજર્ષિ પધારેલા છે. તે રાજર્ષિ દુઃખે કરીને કરી શકાય એવા પંચાગ્નિ તપને આચરે છે. તે સમતાવાળા, ઇન્દ્રિયોને દમન કરનારા અને યમ નિયમને પાળતા હોવાથી તેને નમવા માટે આ સર્વ જન જાય છે. તેમાં જે કઈ ભાવિક વિશેષ વિવેકવાળા છે, તેઓ પૂજાની સામગ્રી સાથે તેમની પાસે જઈને તેમની પૂજા કરે છે. કેટલાક હર્ષથી સુવર્ણાદિકનાં પુષ્પવડે, કેટલાક વસ્ત્રાદિકવડે અને કેટલાક તેમના શરીરને ચાંપવા વિગેરેવડે તેમને સત્કાર કરે છે, પરંતુ નિઃસ્પૃહીના અવધિરૂપ અને તપના નિધાનરૂપ તે રાજર્ષિ તેમના સત્કારવડે બીલકુલ ખુશી થતા નથી, અને જેઓ સત્કાર ન કરે તેમની પર નાખુશ થતા નથી. વળી તે મહાત્મા કઈ પણ વસ્તુની ઈચ્છા રાખતા નથી. તે મહાત્માનું અંત:કરણ શત્રુ કે મિત્ર, તૃણ કે સ્ત્રી અને મણિ કે માટી એ સર્વ ઉપર સમાન ભાવવાળું છે. દુરંત દુઃખીપણાથી ઉદય પામતા દુ:ખરૂપી અંધકારને નાશ કરવામાં તે સૂર્ય સમાન છે, પોતાના પુણ્યના સમૂહથી પૃથ્વીનું વિચિત્રપણું કરનારા છે, તે દરરોજ ત્રણ વાર સ્નાન કરે છે, જટારૂપ મુગટને ધારણ કરે છે, વલ્કલનાં વસ્ત્ર પહેરે છે, કંદમૂળ અને ફળનું ભોજન કરે છે, મૃગચર્મને ધારણ કરે છે, નિરંતર ત્રણ કાળ સંધ્યાની વિધિ કરે છે, નિદ્રાને તેણે ત્યાગ કર્યો છે, તેને ભદ્રિક સ્વભાવ છે, તેઓ પિતાના શરીરના સુખની પણ ઈચ્છા રાખતા નથી, તેઓ વનને વિષે જ નિવાસ કરે છે, તેમણે અનેક શાસ્ત્રોને અભ્યાસ કર્યો છે, તેમના ગુણોનું વર્ણન કરવામાં નિપુણ વાણીવાળો પણ સમર્થ થાય તેમ નથી. એમની ભક્તિ કરવાથી કલ્યાણ થાય તેમ છે, તેથી આ ભવભીરૂ પરજને નગરમાંથી તેમની પાસે જાય છે અને આવે છે.” આ પ્રમાણે તેના મુખેથી સાંભળી પૃથ્વી પતિને વિષે અગ્રેસર . અને સમકિતને ધારણ કરનારા તે શ્રી જયાનંદ રાજાએ ચિત્તમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust