________________ (546) જયાનંદ કેવળા ચરિત્ર. લા આગમસાગર નામના સશુરૂની પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી. પછી તે શ્રી વિજય રાજર્ષિ અનુક્રમે શ્રી ગુરૂમહારાજની સેવાવડે અત્યંતર શત્રુઓને નાશ કરી ગ્રહણ અને આસેવના નામની બન્ને પ્રકારની શિક્ષામાં નિપુણ થયા, અને તેમણે સમગ્ર સિદ્ધાંતને અભ્યાસ કર્યો. સત્ત્વવાળા તે મુનિએ નવતત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું, તેમજ તે જિતેંદ્રિય, પ્રશાંત, નિપુણ, વિનયવાળા અને નયને જાણનારા થયા. સાધુઓના ગુણવડે યુકત થયા. તપ કરવામાં તત્પર થયા અને આઠ કર્મનો જય કરવા માટે શ્રીગુરૂમહારાજ સાથે પૃથ્વી પર વિચરવા લાગ્યા. પિતાની દીક્ષાથી હર્ષ અને તેમના વિયેગથી ખેદ પામેલો શ્રી શતાનંદ રાજા ગુરૂને, પિતારૂપ રાજષિને અને બીજા સર્વ મુનિઓને વાંદી સૈન્ય અને પરિવાર સહિત પાછો વળી પોતાના રાજમહેલમાં આવી સારી રીતે ધર્મનું આરાધન કરવા લાગ્યા. ત્યારપછી તે શ્રી શતાનંદ રાજા કેટલાક દિવસ પોતાના રાજ્યમાં રહી બુદ્ધિમાન, વિનયવાળે અને સ્નેહી હોવાથી પોતાના મોટાભાઈ શ્રી જયાનંદ રાજાને ભકિતવડે સેવવાની ઈચ્છા થવાથી હર્ષવડે પોતાના વિશ્વાસુ મંત્રીને માથે પોતાના રાજ્યની ચિંતા નાંખી પોતે સારભૂત સન્યને સાથે લઈને લક્ષ્મીપુર નગર તરફ ચાલ્ય, અને થોડા પ્રયાણવડે તે નગરે પહોંચી પોતાના મોટા ભાઈ ચકવતી જેવા જયાનંદ રાજાને નપે. નરેંદ્રોને વિષે ચકવતી સમાન જયાનંદ રાજાએ ભક્તિવંત એવા પોતાના નાના ભાઈને ઘણા માન, સન્માન અને સત્કારવડે ખુશી કર્યો. શતાનંદ વિગેરે ઘણું બાંધો અને સર્વ ભૂચર તથા ખેચર પૃથ્વપતિઓ પુષ્પની જેમ મસ્તકવડે જેના ચરણકમળને પૂજતા હતા એવા તે શ્રી જયાનંદ ચક્રવતી પૃથ્વી પર આનંદ કરવા લાગ્યા. એકદા રાજાધિરાજ શ્રીમાન શ્રી જયાનંદ રાજા હર્ષથી શ્રી શતાનંદ વિગેરે પરિવાર સહિત રાજવાટિકાને વિષે નગરની બહાર જતા હતા, તે વખતે બીજે રસ્તે જતાં આવતાં લાખો માણસોને જોઈ મનમાં આશ્ચર્ય પામ્યા; તેથી તેમાંથી કઈ પુરૂષને પોતાના સેવ HTTTT TTT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust