________________ : ચાદમો સગ. : 1 (55) ત્રણ પ્રકારની શકિતવડે, નીતિવડે, વિવિધ પ્રકારના સામ, દામ, દંડ અને ભેદ નામના ઉપાયવડે, મોટા સૈન્ય વડે, નિપુણ પ્રધાન અને મંત્રીઓ વડે, રાજ્યવડે, ભરપૂર કેશવડે અને દીત્યાદિક ગુણવડે ચોતરફથી ભરપૂર થઈને સર્વ રાજ્યને ભરતેશ્વર રાજાની જેમ તે રાજા દિવ્ય ઋદ્ધિવાળા થઈને પાલન કરતા હતા. હવે આ તરફ શ્રીવિજય રાજાનું હદય સુકૃતને જાણનાર હોવાથી તેણે લાખથી પણ વધારે વર્ષ સુધી દાનાદિક ચાર પ્રકારના ધર્મનું આરાધન કર્યું, સર્વ ધર્મના સામ્રાજ્યનું પિષણ કરી રાજ્યનું પાલન કર્યું, પ્રજાને વિષે વત્સલતાને ધારણ કરતા તે રાજાએ પોતાની સર્વ પ્રજાને સુખી કરી, જીર્ણોદ્ધાર વિગેરે પુણ્યકાર્યમાં પોતાના ધનને પુષ્કળ વ્યય કર્યો, અને પછી પોતાના પુત્ર જયાનંદ નરેંદ્રની સંમતિ લઈને સર્વ સામંત, મંત્રી વિગેરેના કહેવાથી તેનાજ નાના ભાઈ શતાનંદને શુભ દિવસે મહોત્સવ સહિત પોતાના રાજ્યપર સ્થાપન કર્યો. તે શતાનંદ ઉત્તમ ગુણવાન, ધીર, ગંભીર, ગ્ય, મનુષ્યોમાં ઉત્તમ, મહા તેજસ્વીઓમાં પ્રથમ, ઉજ્વળ ધર્મના ગુણવાળો, સ્થિર, પ્રજાને હિતકારક અને વિનયવાન હતું. તેના પર રાજ્યને ભાર મૂકી શ્રીવિજયરાજા પિતે નિશ્ચિત થઈ ધર્મકાર્યમાં નિશ્ચળ થયા. પછી સ્વજન અને પ્રજાજનને જણાવી તેમની અનુજ્ઞા લઈ પોતાના પુત્ર શતાનંદ રાજાએ કરેલા મહોત્સવપૂર્વક દીક્ષા લેવા ચાલ્યા. તે વખતે દીક્ષા લેવાની ઈચ્છાવાળા મળ્યા તેને સાથે લીધા અને બીજા અનેક અથી–વાચકજને મળ્યા તે સર્વને ગ્ય વાંછિત દાન આપ્યું. પછી મોટા સુખવાહનપર આરૂઢ થયા અને ગીત, સંગીત તથા વાજિંત્રના નાદવડે પૃથ્વીને હર્ષ આપતા ચાલ્યા. નગરના મધ્યમાં થઈને: ચાલતા તેઓ સર્વ પ્રજાજનોને દષ્ટિવડે આનંદ આપી જિનમતની પ્રભાવના કરતા હતા અને નમસ્કાર કરનાર જનોને પ્રીતિ ઉપજાવતા હતા. એ રીતે દીક્ષા સંબંધી ઉત્સવપૂર્વક નગરની બહાર નીકળી તેઓ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેમના ભાગ્યદયથી તરતમાંજ પધારે-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust