________________ (550) જયાનંદ કેવળા ચાર. સિદ્ધિનું પણ કારણ છે, તેથી હે તાત! જેને વિષે પ્રગટપણે તુચ્છ વચનો રહેલાં છે એવા સર્વ વિકલ્પોનો ત્યાગ કરી સર્વ ગુણના એક સ્થાનરૂપ અને સુકૃતરૂપી પદાર્થના શિલ્પરૂપ શુદ્ધ આચારવડે જે તે દયાનું જ પાલન કરવામાં આવે તે સમગ્ર ક્રિયા સફળ થાય છે. કહ્યું છે કે–પુષ્કળ દાન આપે, મુનિપણું ધારણ કરે, વેદ વિગેરે ગ્રંથોનો અભ્યાસ કરે, તથા નિરંતર દેવાદિકનું ધ્યાન કરે, પરંતુ જે એક દયા તમારામાં ન હોય તો તે સર્વ ક્રિયા નિષ્ફળ છે. જે દયા ન હોય તો દીક્ષા, ભિક્ષા, દાન, તપ, ધ્યાન અને મન એ સર્વ નિષ્ફળ છે. હે તાત! હે બુદ્ધિમાન ! સર્વ ધર્મનું મૂળ દયા જ છે, એમ તમે જાણે. તે સિવાય કલ્યાણ સુખના સર્વસ્વને સાધનારૂં બીજું કાંઈ પણ નથી. જે પ્રાણીના હૃદયને વિષે દયાનો ઉદય થયો હોય, તે પ્રાણુ કદાપિ સાત પ્રકારના ભયથી પરાભવ પામતું નથી. સર્વ જીવ તથા અજીવ સંબંધી સર્વથા પ્રકારે જ્ઞાન થવાથી તે દયા સારી રીતે મળી શકે છે. કહ્યું છે કે –“જે માણસ જીવને જાણે છે તથા અજીવને પણ જાણે છે, તે જીવ અને અજીવને જાણનાર મનુષ્ય સંયમને પણ જાણે છે.” શ્રી આહંત ધર્મના તત્ત્વાધિકનું સૂફમપણું હોવાથી જેઓ સમ્યક્ પ્રકારે જીવ અને અજીવનું સ્વરૂપ જાણતા નથી, તેથી પૂર્ણપણે દયા શી રીતે પાળી શકાય? કહ્યું છે કે –“જે માણસ જીવને જાણતો નથી અને અજીવને પણ જાણતો નથી, તે જીવ તથા અજીવને નહીં જાણનારે મનુષ્ય સંયમને શી રીતે જાણી શકશે?” જિનેશ્વરના આગમન સમ્યક્ પ્રકારે અભ્યાસ કર્યા વિના તથા તે આગમને ઉપદેશ કરનાર સદ્દગુરૂ મન્યા વિના દયાનો એક અંશ પણ જાણી શકાતો નથી. જો કે દ્રવ્યનાં નિધાન, ઔષધિઓ અને મણિની ખાણે પૃથ્વી પર અનેક ઠેકાણે હોય છે, પરંતુ તેને દેખાડનાર સિદ્ધપુરૂષ વિના કોઈપણ તેને પામી શકતું નથી. એ જ પ્રમાણે દયામૂળ ધર્મની પ્રાપ્તિ પણ જિનાગમ કે સદ્દગુરૂ વિના અલ્પ કર્મવાળા પુરૂષોને પણ પ્રાયે થઈ શકતી નથી. દયાને પ્રકાશ કરનારું સભ્ય પ્રકારનું શાસ્ત્ર જે આસ પુરૂષ કહેલું છે, તેને સત્પરૂ અરિહંતના મતને વિષે જ પામી શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust