________________ - ચૌદમો સર્ગ. " (61); આ ભવમાં પણ તમે મને શીધ્રપણે બંધનથી મુક્ત કર્યો, અને મેં હર્ષથી તમને કન્યા તથા રાજ્ય આપ્યું. તેમજ અત્યારે તમને વિશેષ ધમની પ્રાપ્તિ કરાવવાવડે તમારી ઉપર પ્રત્યુપકાર કરવાની મારી ઈચ્છા થવાથી હું અહીં આવ્યો છું. વળી હે રાજા ! બીજી પણ કેટલીક વાત કહું છું, તે સાંભળો–પૂર્વે મંત્રી અને રાજાના ભવમાં તમે અને મેં કલ્પવૃક્ષ જેવા જે શ્રાવકધર્મનું આરાધન કર્યું હતું, તેના પ્રભાવથી આ ભવમાં આપણને પંચેંદ્રિયના સુખભેગ સહિત અખંડ અને અભુત રાજ્યસમૃદ્ધિ પ્રાપ્ત થઈ. તમારી ધર્મમાં શ્રદ્ધા અધિક હોવાથી તમને વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. તમે અમાત્યના ભવમાં મુનિને કહ્યું હતું કે –“શું તમારાં નેત્ર ગયાં છે કે જેથી કરીને આ આહાર સુઝતો નથી એમ બોલો છો?” તથા તમારી પહેલી પ્રિયાએ તે મુનિના કુળની નિંદા કરી હતી. બીજી પ્રિયાએ કહ્યું હતું કે –“આ અંધને ભિલને આપ.” ઇત્યાદિક વચનોવડે તમે ત્રણેએ જે અશુભ કર્મ ઉપાર્જન કર્યું હતું, તે કર્મને પશ્ચાત્તાપાદિવડે તમે કેટલોક તેં ક્ષય કર્યો હતો, તોપણ તે કર્મને કેટલોક અંશ બાકી રહેલું હોવાથી આ ભવમાં કેટલોક કાળ તમે નેત્ર રહિત થયા હતા તથા તમારી પહેલી પ્રિયા આ ભવમાં રાજાએ ગ્રહણ કરેલી ગણિકાની પુત્રી થઈ એટલે કે નીચ કુળ પામી, અને બીજી પ્રિયા તેના પિતાએ આપેલા વિષના પ્રયોગથી અંધ થઈ. તે કર્મને અલ્પકાળમાં ક્ષય થવાથી અને પુણ્યનો ઉદય થવાથી દિવ્ય ઔષધિ-' ની પ્રાપ્તિને લઈને તમારી જેમ તે પણ સજ નેત્રવાળી થઈ. તમારી પ્રિયાએ ભિલને આપવાનું જે વચન મુનિ પ્રત્યે કહ્યું હતું, તે વખતે તમે નિષેધ કર્યો નહોતો તેથી તમારે એક દિવસ ભિલ્લ થવું પડ્યું અને તે ભિલ્લપણામાં ભિલ્લની બુદ્ધિથી જ તમને વિજયસુંદ રીના પિતાએ તેણીને આપી. તે બન્ને પ્રિયાઓએ પૂર્વભવના પ્રેમને લીધે આ ભવમાં પણ તમને જ પતિપણે ઈચ્છયા અને તમને પરણી. હવે હે રાજા! તમારા કાકાના પુત્ર સિંહસારના પૂર્વભવની હકીકત કહું છું, તે સાંભળે “તે પર્વભવે નરવીર રાજાને વસુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust