________________ - ચૌદમ સર્ગ, (541), તમારે ઉદય થવાથી સરચક્રો ચિરકાળે હર્ષ પામ્યા છે. સૂર્યની જેમ તમે કાળરાત્રી જેવા આટલા મોટા સર્વને ભયંકર લાગે તેવા કાળને ક્ષય પમાડ્યો છે, અને પુણ્ય દિવસને ઉદય કર્યો છે તેથી તે સ્વામી ! તમે ચિરકાળ સુધા જય પામે, હવે તમારા મૂળ રાજ્યને સંભાળીને અમને કૃતાર્થ કરે, અને અમૃતની વૃષ્ટિ કરનારી દષ્ટિ અમારા પર નાંખી અમને પવિત્ર કરો.” આ પ્રમાણે કહી તેઓ વિરામ પામ્યા એટલે કુમારરાજે ઉચિતતા ભરેલાં વચનોવડે તેમને આનંદ પમાડી વિદાય કર્યા. તેઓ પણ પિતાપિતાને સ્થાને ગયા. સર્વ પિરજનોએ અને દેશના જનેએ દરેક ઘેર ઉમરાપર કુંકુમ છાંટવાપૂર્વક પ્રીતિવડે મોટા ઉત્સવ કર્યો. પછી તે શ્રી જયાનંદ રાજાએ દેવપૂજા વિગેરે પ્રસ્તાવને ઉચિત કેટલાંક કાર્યો કરવાપૂર્વક લોકોને પ્રસન્ન કરવા માટે કેટલાક દિવસે ત્યાં જ નિર્ગમન ર્યા અને રાજ્યની અંદર ફરીને નિરંતર તેની સંભાળ કરવા લાગ્યા. તે સાથે પિતાને, તેમના પરિવારને અને બીજા જનોને પણ જિનેશ્વરે કહેલા ઉત્તમ ધર્મને સમ્યક્ પ્રકારે, સમજાવવા લાગ્યા. તેમાં દયાદિક ગુણ સહિત દાન, શીળ, તપ અને ભાવ રૂપ ધર્મના ચાર ભેદ સમજાવ્યા. દેદીપ્યમાન મોતીવડે. કરીને છીપના સંપુટની જેમ પુણ્ય અને પાપના ફળની સ્પષ્ટતા કરવા માટે હેતુ અને યુક્તિ સહિત વિવેચન કર્યું. પોતાને જુદા જૂદા સેંકડો કાર્ય આવી પડવાથી વ્યગ્રતા પ્રાપ્ત થયા છતાં પણ તે કુમારરાજ નિપુણતાને લીધે તેમની પાસે બેસી હમેશાં ધર્મને ઉપદેશ આપતા હતા. રસ સહિત સારને સંગ્રહ કરનારા, દેવ ગુરૂ અને ધર્મના નિર્ણયને પ્રગટ કરનારા, ધર્મની સ્થિરતાને ઉપજાવનારા, સાંભળતાં કર્ણને પણ સુખ કરનારા અને એકાંત. હિતને ઉત્પન્ન કરનારા વિવિધ પ્રકારના દષ્ટાંતે વડે દરરોજ, ઉપદેશ આપી આપીને જયાનંદ રાજાએ તે સર્વને જૈનધમી બનાવ્યા એટલે તેઓએ પણ સારભૂત પુત્રની વાણું સાંભળી તત્ત્વરૂપી અમૃતના તરંગવડે પોતાના આત્માનું સિંચન કરી યથાર્થપણે 1 સારા ચક્રવાક પક્ષી અને પુરૂષોને સમૂહ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust