________________ ચૌદમે સર્ગ. (538) આપો તે ગામ, નગર અને આકર વિગેરે સહિત આ આખે દેશ ઉજજડ થઈ જશે. હે રાજેદ્ર! તમારા ચિત્તમાં આ બંને પક્ષમાંથી જે યુક્ત ભાસે તે વિચાર કરીને તરતજ અમલમાં મૂકવા કૃપા કરશો.” આ પ્રમાણે તેમને વિજ્ઞપ્તિપત્ર વાંચી, પિતાના પિતાને પરાભવ સંભારી અને પિતાની પ્રજાનું દુઃખ હૃદયમાં ધારણ કરી દક્ષિણ ભારતના અધિપતિ શ્રીયાનંદ રાજાને તરત જ તેના પર ચઢાઈ કરવાની ઈચ્છા થઈ તેથી તેણે તત્કાળ સેનાપતિને કહ્યું કે– “હે સેનાપતિ! જલદીથી તમારા સેવકો પાસે પ્રયાણનું વાજિત્ર વગડાવે, અને એકદમ ચતુરંગસેનાને તૈયાર કરો.” આ પ્રમાણે તે સિંહસારને જીતવા માટે તૈયાર થવાને પિતાના સ્વામીને હુકમ સાંભળી હર્ષ પામેલા સેનાપતિએ તત્કાળ તે પ્રમાણે સૈન્ય તૈયાર કર્યું, એટલે સૈન્ય સહિત શ્રી જયાનંદરાજાએ તે સિંહસારના રાજ્ય તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે ચાલતાં તેના દેશની સમીપે આવી શ્રી જયાનંદ રાજાએ પિતાની આજ્ઞા પ્રમાણે કાર્ય કરનારા એક દૂતને સિંહસાર પાસે મેકલી પ્રસ્તાવને ઉચિત ચેતવણી આપી કે–“હે બંધુ! તે સેંકડે અન્યાય કર્યા છે, પણ તે સર્વ મેં સ્વજનપણને લીધે ક્ષમાવડે આટલા કાળ સુધી માફ કર્યા છે, પરંતુ હવે માફ નહીં કરું.” આ પ્રમાણે કહેવા માટે દૂતને મોકલીને રાજાઓમાં શિરેમણિ એવા તે રાજેદ્ર આગળ ચાલ્યા. કેમકે મોટા રાજાઓ:કદાપિ પણ નીતિનું ઉલ્લંઘન કરતા જ નથી. તે રાજેદ્ર અસંખ્ય સૈન્ય સહિત જતા હતા, તે પણ શાંતિપૂર્વક ચાલવાથી પૃથ્વીને કાંઈ પણ દુઃખ આપ્યા વિના અને ત્યાંના લોકોને ઉપતાપ ઉપજાવ્યા વિના ચાલતા હતા. જેમનાં ચિત્ત નિરંતર ઉદાર હોય છે, જેમને આત્મા દયાને વિષે જ આદરવાળો હોય છે, અને જેઓ સદા પરોપકાર કરવામાં તત્પર હોય છે, તેમને કોઈ પણ શત્રુ હોતેજ નથી. પોતાના દેશની જેમ તે દેશમાં પણ ત્યાંની પ્રજાનું હિત કરતા તે ત્રિખંડના સ્વામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust