________________ (538) જયાનંદ કેવળા ચરિત્ર. વિના રાજ્ય હેઈ શકે નહીં, દાન આપી શકાય નહીં અને દાન પુણ્ય વિના ધન પ્રાપ્ત થાય નહીં. પ્રધાનનાં વચન નહીં માનવાથી તે દુષ્ટ બુદ્ધિવાળા સિંહસારે પિતાના અને પરના સર્વ જનોને ઉપતાપ ઉપજાવીને પોતાના કોશમાં દુર્યશને જ એકઠો કર્યો છે. તેને જે દિવસથી રાજ્યની પ્રાપ્તિ થઈ છે, તે દિવસથી આરંભીને આજ સુધી તેણે જે જે અન્યાય કર્યા છે, તે કહેવાને વાચાળ એ પણ કેણ શકિતમાન થાય ? હે ભૂમીંદ્ર ! તમારા પિતા શ્રીવિજયરાજાએ પણ તેની દુષ્ટતાનું જે ફળ ભેગવ્યું છે તે સર્વ તેમના જ મુખથી તમે સાંભળ્યું છે. હે પ્રભુ ! તમારા કાકા શ્રી જયરાજાએ અમારા સ્વામી તરિકે તમને જ આપ્યા હતા, પરંતુ તે વખતે અમારા દુર્ભાગ્યના ઉદયથી તમે આવ્યા નહીં અને તે તમારા બંધુ અમારા દુર્ભાગ્યથી ખેંચાઈને અહીં આવ્યા, તે તમારા કાકા વિગેરેએ આપેલું રાજ્ય પામીને આવી માઠી ચેષ્ટાઓ કરવા લાગ્યો છે. અરણ્યમાં વસવું સારું છે, પરદેશ પ્રવાસ કરવો સારે છે, ચારિત્ર ગ્રહણ કરી તપ કરવો સારે છે, અથવા છેવટ મૃત્યુ થાય તે પણ સારૂં છે, પરંતુ દુષ્ટ રાજાના રાજ્યની છાયાની પણ ઈચ્છા રાખવી તે સારી નથી, તેથી હે રાજરાજેશ્વર ! અમારાપર તમારી દયાવાળી દષ્ટિ કરો, અમારા પર પ્રસન્ન થાઓ, સીદાતા એવા અમારી ઉપેક્ષા તમે કેમ કરો છે? તમે યશ અને કીર્તિના સાગર છે, સર્વ ગુણરૂપી રત્નના રત્નાકર છે, પરોપકારી જનેમાં પહેલા છે, શરણની ઈચ્છાવાળા જનોને શરણ કરવા ગ્ય છે, ક્ષત્રિયવ્રતને ધારણ કરનારા સર્વ રાજાઓમાં તમે પ્રથમ છે, અને તમે જ સ્યાદ્વાદીઓના અગ્રેસરની સ્થિતિને ધારણ કરે છે, તેથી સર્વ પાપીઓમાં પ્રથમ, અન્યાય કરનારાઓમાં અગ્રેસર અને માત્ર રાજાના નામને જ ધારણ કરનાર તે અધમ રાજાનો તમે એકદમ નિગ્રહ કરે. તમારા પૂર્વજોની કીર્તિને લેપ થવા ન દો, તમારા પૂર્વજોની પ્રજાને ત્યાગ ન કરો, તમારૂં મૂળ રાજ્ય તમે ગ્રહણ કરે અને તમારી પ્રજા ઉપર તમે અનુગ્રહ કરે. જે કદાચ તમે તમારા બંધુ ઉપર કૃપા ધરાવીને અમારી વિજ્ઞાપ્ત ઉપર ધ્યાન નહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust