________________ (536) જયાનંદ કેવળી ચરિત્ર. ળમાં અર્પણ કરી. પછી પોતાના મૂળ રાજ્યમાંથી આવેલા તે લોકેને હર્ષ આપવા માટે રાજાએ પોતે તે લેખ ઉઘાડી આ પ્રમાણે પ્રગટપણે વાં - લક્ષમીપુરને વિષે રાજાઓના સમૂહે જેની આજ્ઞાનું પાલન કર્યું છે તથા પિતા શ્રીવિજય રાજા વિગેરે પરિવારવડે જે અત્યંત શોભી રહ્યા છે, તેવા રાજેન્દ્ર શ્રીજયાનંદ પ્રત્યે વિજયપુર નામના નગરથી સર્વે રાજસમૂહ તથા પરિવાર જનો વિનયપૂર્વક પ્રણામ કરી બે હસ્તકમળને અંજલિરૂપ કરી વિજ્ઞપ્તિ કરે છે કે–હવે તમે આયજનને હિતકારક એવા આ સમગ્ર કાર્યને ધ્યાનમાં લે. પ્રથમ તો એ કે–તમારી પહેલાના તમારા પૂર્વજ રાજાઓએ પાલન કરેલા આ વિજયપુરના મોટા રાજ્યમાં હાલ જે જે થયું છે તે તમે સાંભળે - અહીં હાલ સિંહસાર રાજા છે. તેનું મન માત્ર પૃથ્વીપતિના શબ્દથીજ હર્ષ પામે છે, એટલે કે હું પૃથ્વીપતિ છું એટલા શબ્દ માત્રથી જ તે ખુશી છે, પરંતુ સર્વ વ્યસનના સમૂહથી તે બીજાને એને પણ કુમાર્ગે ચાલવાની બુદ્ધિ બતાવનાર છે. તે માયાકપટમાં કુશળ, દુષ્ટકર્મ કરનાર, ધમેરહિત, તેના આશ્રય કરનારને નિરંતર દુખ આપનાર, ભારે કર્મી, બીજાના મર્મને વીંધનાર, ઠઠ્ઠી મશ્કરીમાંજ વધારે બોલનાર અને આખા રાજ્યને પીડા ઉપજાવનાર છે. વળી તે પ્રજાજનને પણ જાણે તે પિતાના શત્રુ હોય તેમ સમજનારે છે, તે ઇદ્રિરૂપી સિંહવડે જીતાયેલું છે, સર્વ પ્રકારના અન્યાયનું સ્થાન છે, તથા સર્વ સમૃદ્ધિ અને વૃદ્ધિનો નાશ કરવામાં કેતુ સમાન છે. રાજનીતિમાં નિપુણ અને પૂર્વજોના અનુક્રમે ચાલતા આવેલા ક્ષત્રિયેને તેણે માયાથી વિશ્વાસ પમાડી બાંધીને કેદખાનામાં નાંખ્યા છે, અને તેમના સ્વજનોને વિયાગ કરાવી કષ્ટની દશાને પમાડ્યા છે, કેટલાકને વિના અપરાધે ઉદ્વેગ પમાડ્યો છે, અને કેટલાકને ભેજનાદિકને પણ ત્યાગ કરાવ્યું છે. વળી તેણે 1 અથવા નિરંતર દુઃખનો આશ્રય કરનાર અર્થાત પોતે દુઃખી સ્થિતિ માં રહેનાર. 2 ઉધાડા કરનાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust