________________ સામે સ. (535) કુમારરાજે પ્રથમ વિમાનમાં બેસાડી, અને પોતે પોતાના સારભૂત પરિવાર સહિત વિમાનમાં આરૂઢ થયા. પછી મનને અનુસરનારા અને પિતાના વેગવડે વાયુના પણ વેગને જીતનારા તે વિમાનના બળથી આકાશમાર્ગ વડે એક ક્ષણમાં અનેક ગ્રામ, આકર, નગર, પુર વિગેરેને ઓળંગી તે રાજા પિતાના નગરે પહોંચ્યા. ત્યાં મહાસવ સહિત નગરમાં પ્રવેશ કરી તે રતિસુંદરી પ્રિયાને અંત:પુરમાં લાવી હર્ષવડે મનોહર મહેલમાં સ્થાપન કરી અને બીજી પ્રિયાએને પણ પોતાના પ્રધાન દ્વારા પોતપોતાના સ્થાનથી બોલાવી એકઠી કરી તે સર્વેને યથાયોગ્ય દાન અને સન્માનવડે ખુશી કરી. તે સર્વ પ્રિયાઓ વડે સર્વ પ્રકારે સેવાતા તે કુમારરાજસાભાગ્યરૂપી સુખના સાગરમાં ભેગની રચનાવડે સુંદર એવી રાજ્યલક્ષ્મી સાથે અને તે પ્રિયાઓની સાથે સ્નાન કરવા લાગ્યા. ન્યાયને વિષેજ એક નિષ્ઠાવાળા, શિષ્ટ અને લોકોને પ્રસન્ન કરનારા ગુણોના સાગર તે રાજેદ્ર સર્વ પ્રજાઓને પિતાની સંતતિ પ્રમાણે પાળવા લાગ્યા. એકદા મુખરૂપી ચંદ્રની કાંતિવડે જેણે સમગ્ર દિશાઓનાં મુખને પ્રકાશિત કર્યા હતા, તથા જેના શાસનને અનેક રાજાઓના સમૂહ નમ્ર મસ્તકવડે અંગીકાર કરતા હતા એવા શ્રી જયાનંદ રાજા અરિહંતાદિક પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતા સભામાં સુવર્ણના સિંહા સન પર બેઠા હતા, અને ઉચિતતા પ્રમાણે પોતાના અને બીજાના હિતકર એવાં અનેક કાર્યોમાં તત્પર હતા, તે વખતે શીઘ્રતાથી કરી કે—“હે સ્વામી! વિજયપુર નગરથી આવેલા ત્યાંના રહીશો આપણું દરવાજા પાસે ઉભેલા છે, તેઓના હાથમાં વિજ્ઞપ્તિને પત્ર છે, અને તેઓ તમને નમવા ઈચ્છે છે. માટે જે કરવા ગ્ય હોય તે મને ફરમાવે.” તે સાંભળી જ્યાનંદ રાજાએ તેને કહ્યું કે—હે પ્રતિહાર ! તેમને જલદી અંદર પ્રવેશ કરાવ.” ત્યારે તે પ્રતિહારે તે સર્વેને સભામાં પ્રવેશ કરાવ્યું, એટલે તેઓએ હર્ષથી રાજાને નમી વિજ્ઞપ્તિને લેખ તેમની પાસે મૂક્યો. એટલે જાણે ઉજ્વળ હંસી હોય એવી તે વિજ્ઞાતને મહામંત્રીએ લઈ રાજાના હસ્તકમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust