________________ * ચૌદ સર્ગ. (537 ) કેટવાળ વિગેરે કેટલાક અધિકારીઓને પુષ્કળ દંડ કર્યો છે. આવા આવા પ્રકારો વડે તેણે સેંકડો જનોને દુઃખમાં નાંખ્યા છે. લોભથી અંધ થયેલા તેણે હિતકારક તથા પિતાની આજ્ઞામાં રહેનારા પરિવાર જનેના અનેક પ્રકારના અસત્ય દેષ જાહેર કરી તેમના હાથી ઘોડા વિગેરે સર્વ ધન લઈ લીધું છે, તેમજ વળી હે શ્રી જ્યાનંદ રાજા ! જે પ્રજાને તમારા પૂર્વજોએ જન્મથી આરંભીને સુખી કરી છે, હર્ષિત કરી છે, જેણે સ્વપ્નમાં પણ દુઃખ જોયું નથી અને તમારા પિતાદિકે પ્રથમ જેનું લાલનપાલન કર્યું છે, તથા જેના ધનને નિધિ અક્ષય કરે છે એવી તે પ્રજાને પોતાના પિતામહાદિકે સારી રીતે પૂજેલી છે એમ જાણતાં છતાં પણ તે સિંહસાર વૃદ્ધિ પમાડતો નથી, પણ સખત કરાવડે ચોતરફથી પીડા જ ઉપજાવે છે, તેણે આ પ્રમાણેના કર નાખ્યા છે– દાણ કર 1, Sછને કર 2, હળને કર 3, મોભનો કર 4, ભામનો કર 5, ભેઠને કર 6, કેટવાળનો કર 7, વધામણીને કર 8, મલવરકને કર 9, વળનો કર 10, લંબાને કર 11, ચારવાને કર 12, ગઢ કરવાનો કર 13, વાડીને કર 14, છત્રને કર 15, આલહણને કર 16, ઘડાનો કર 17, અને કુમારાદિકની સુખડીને કર 18. જે રાજા પ્રજાને બહુજ પડનાર થાય છે તે આવા નવીનવી જાતના કરી નાખે છે. હે શ્રી જયાનંદરાજા! તમારૂં મૂળ રાજ્ય તેને મળવાથી તે લેભા થઈને સમગ્ર જગતને તૃણ સમાન ગણે છે, અને માનવા લાયક ઉત્તમ પ્રધાનનાં વચનને પણ તે બીલકુલ માનતો નથી. જેને ત્યાં કાર્ય કરવામાં કુશળ, પ્રિય વચન બોલનાર, પરિપકવ બુદ્ધિવાળો, સ્થિરતાવાળો અને ધીરતાવાળો મંત્રી, મિત્ર કે બીજે કઈ સ્ત્રી આદિક પણ જન હિતકારક ન હોય, તેનું રાજ્ય, કુળ સ્થિતિ, મર્યાદા, ધન, અર્થની સિદ્ધિ, યશ, સુખાદિક અને સુકૃત વિગેરે કાંઈ પણ પ્રતિષ્ઠા પામતું નથી. કારણ કે રાજાઓનાં સર્વ કાર્યો પ્રાયે કરીને ઉત્તમ પ્રધાનેથી જ સિદ્ધ થાય છે, તેથી રાજાઓએ અવશ્ય સારા પ્રધાને રાખવા જોઈએ. સારા પ્રધાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust