________________ (540) જયાનંદ કેવળી ચરિત્ર. સિંહસારના નગરની પાસે આવી પહોંચ્યા; એટલે સર્વ સામગ્રી સહિત મહા બળવાન સિંહસાર પણ તેમની સન્મુખ આવ્યો, તેને ક્ષણવારમાં જ વ્યાધ જેમ સિંહને ત્રાસ પમાડે તેમ ત્રાસ પમાડ્યો. સૈન્ય સહિત તે સિંહસારની સાથે કેટલાક વખત સુધી યુદ્ધ કરી મહા બળવાન વાયુ જેમ વૃક્ષને ભાંગી નાખે તેમ મહા બળવાન કુમારરાજે તેને ભાંગી નાખે; અને જેમ સિંહ શ્વાનને પકડે તેમ તે રાજે છે તેને જર્જરિત કરી તત્કાળ લીલામાત્રથી જ પકડી, બાંધી, હેડમાં નાંખી પોતાના પિતાને સેંપી દીધો. તેમણે તેને કારાગૃહમાં નાંખ્યો. તે વખતે અનેક પ્રકારની પીડાને અનુભવતા તે પિતાના પાપકર્મની નિંદા કરવા લાગ્યું. આવું દુઃખ પાપ રૂપ વૃક્ષનું જ ફળ છે. પાપના સમૂહથી ઉત્પન્ન થયેલા સંતાપથી કઈ પણ પાપી કદાપિ મુક્ત થઈ શકતો જ નથી; કેમકે પ્રાણીને પાછળ લાગેલું પાપ અનંત કાળ સુધી દુ:ખ આપે છે. તેથી બુદ્ધિમાન સંસારી જીએ પાપનું આવું કટુક ફળ જોઈને પાપનો નાશ કરવા માટે આગ્રહ સહિત ઉત્તમ ધર્મને ગ્રહણ કરો. - ત્યારપછી જયલક્ષમીનું પાણિગ્રહણ કરી શ્રી જ્યાનંદ રાજાએ પોતાના પિતા સહિત અને સર્વ સૈન્ય સહિત પિરજનોએ, મંત્રીઓએ અને ક્ષત્રિોએ કરેલા મહોત્સવપૂર્વક હર્ષ વડે તે વિજયપુર નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રવેશનું મંગળ કરી રાજવગના જનેએ અને બીજા પારજનોએ હાથમાં લેટ રાખી તથા હાથી, અશ્વ વિગેરે આગળ કરી કુમારરાજને પ્રણામ કર્યા. પછી તે રાજ્યમાં માનવા લાયક સામંત, મંત્રી વિગેરે હતા તેને તથા બીજા પણ સર્વ સીમાડાના રાજાઓને, રિજનને અને દેશના જનોને મીઠાં વચનથી બોલાવી યથાયોગ્ય દાન તેમજ માન આપી ઉચિતતા પ્રમાણે ચકોર પક્ષીને ચંદ્ર પ્રસન્ન કરે તેમ પ્રસન્ન કર્યો. પછી સર્વ જનોએ તે રાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે– “હે સ્વામી! તમારું દુર્લભ દર્શન પણ અમારા સદ્ભાગ્યના પ્રભાવથી હમણાં અમને પ્રાપ્ત થયું છે. અનેક પ્રકારનાં દુ:ખ આપનાર દુષ્ટ રાજ્યરૂપી અંધકારને નાશ કરનાર સૂર્યરૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun-Gun Aaradhak Trust