________________ (534) જયાનંદ કેવળ ચરિત્ર. સુદરીએ અત્યંત ઉત્કૃષ્ટ આનંદ રસના ઝરણાંને ધારણ કર્યો. પછી તે બુદ્ધિમાન રતિસુંદરીએ પિતાના દાસી ઓ પાસે સૂરદસ્તા! ઉચિત પ્રતિપત્તિ કરાવી તેને પ્રસન્ન કરીને વિદાય કર્યો. સૂરદત્ત ત્યાંથી નીકળીને લક્ષ્મીપુર નગરે આવ્યું, અને તેણે શ્રી જયાનંદ રાજાને પ્રણામ કર્યા. પછી તેણે પ્રથમ રતિસુંદરીના જે પરીક્ષા વિગેરે કર્યું હતું તે સર્વ સ્વરૂપ આદિથી અંત સુધી યથાથપણે કહી બતાવ્યું, અને પછી તેણીએ તેને પોતાને બોલાવવા માટે જે સંદેશે કહેવરાવ્યું હતું તે પણ કહ્યો. તે સાંભળી પોતાના પ્રિયાની તેવી ઉત્કૃષ્ટ શિયળની લીલા જાણી જયાનંદ રાજા અા પામ્યા, તેણીના દર્શન કરવાને ઉસુક થયા, અને અત્યંત ભક્તિવાળી તે પ્રિયાને પોતે જ લઈ આવવા માટે તૈયાર થયા. પછી તે દિવ્ય વિમાનપર આરૂઢ થઈ પોતાના બળવાન, સારભૂત અને ચાર પરિવારને સાથે લઈ એક ક્ષણમાં શ્રી રત્નપુર નગરે પહોંચ્યા. " પારજન અને પરિવાર સહિત શ્રી રત્નપ્રભ રાજાને તથા તેની પ્રિયા રત્નમાળા વિગેરે રાણીઓને પરિવાર સહિત પોતાના દર્શન આનંદ પમાડી પછી પોતાની પ્રિયા રતિસુંદરીને પણ ક્ષણવાર જી ઉચિત વાતચિતવડે આનંદ પમાડ્યો. અકસ્માત પ્રાપ્ત થયેલા અમૃતવૃષ્ટિ સમાન તેમનું આગમન થયેલું જાણી રત્નપ્રભ રાજાએ ઉભા થઈ તેમને આસન આપી ક્ષેમકુશળ પૂછી, ભક્તિથી બમણી ઉલ્લાસવાળા હૃદયવડે ઉચિત પ્રમાણે તેમની ભકિત કરી. ત્યાંના સામંત, મંત્રી અને પરજન વિગેરે સર્વે અતિ હર્ષ પામ્યા અને વિવિધ પ્રકારના અશ્વ, હાથી અને રત્ન વિગેરેની ભેટ મૂકી વિનયવડે મસ્તક નમાવી તેમની સેવા કરવા લાગ્યા. તે સર્વને સંતાપ આપવા માટે જયાનંદ રાજા કેટલોક વખત ત્યાં રહ્યા. - ત્યારપછી ઉદાર દષ્ટિવાળા કુમારરાજે સત્કારપૂર્વક શ્વસુરાદિકની પાસેથી જવાની રજા માગી, તે વખતે સતીઓમાં શિરોમણિ સમાન રતિસુંદરીને તેના પિતા, માતા, ભ્રાતા વિગેરેએ પતિની સાથે જવાની અનુમતિ આપી, તથા ઘણુ ભ, દાસીઓ અને મોટી સમૃદ્ધિ આપી. સર્વ પરિવાર સહિત રતિસુંદરીને બુદ્ધિમાન P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust