________________ ચૌબે સગ. (57) તેવાજ વર્ણવાળી અને તેવા જ પ્રકારની આ ઔષધિ દેખાય છે, માટે તેજ આ છે એમ મારા મનમાં નિશ્ચય થાય છે. જે કદાચ તેજ આ ઔષધિ ન હોય તો આ દુષ્ટ હદયવાળો વારંવાર શીધ્રપણે સ્ત્રીનું રૂપ કયાંથી કરી શકે ? અને સ્ત્રીનું રૂપ કર્યા વિના જેમાં પુરૂષના આગમનને નિષેધ જ છે એવા મારા રમણીય વાસગ્રહને વિષે તેને પ્રવેશ પણ શેને થાય? પરંતુ આ દુષ્ટના હાથમાં આ ઔષધિ ક્યા ઉપાયથી પ્રાપ્ત થઈ હશે? શું મારા પતિએજ તેને આપી હશે કે કોઈ અન્યથા પ્રકારે તેને મળી હશે? આ બાબત અત્યંત આશ્ચર્યકારક છે; અથવા તે આ વિચાર કરવાથી શું ફળ છે ? સમય આવશે ત્યારે એની મેળે સર્વ વાત સત્ય રીતે જણાઈ આવશે. એ પોતે જ સર્વ હકીકત કહી આપશે. હમણાં તે આ ઔષધિના પ્રભાવથી તેને વાંદરાની આકૃતિવાળો બનાવી ભય વિગેરે બતાવવાના ઉપાયવડે તેને શિક્ષા આપું.” આ પ્રમાણે ચિરકાળ સુધી યુકિતયુત વિચાર કરી તે રતિસુંદરીએ હર્ષ પામેલી પોતાની દાસીઓને પ્રશંસાવડે નિર્દોષ એવી વાણુથી કહ્યું કે–“હે દાસીઓ ! કલ્યાણને પામનારી એવી તમેએ આ કાર્ય ઘણું સારું કર્યું છે. . તમોએ મારા કહેવા પ્રમાણે સર્વ વાતન નિર્વાહ કર્યો છે અને મને આ ઔષધિ પણ મેળવી આપી છે, માટે તમને ધન્ય છે, તમે પુણ્યશાળી છે, કૃતજ્ઞ છો, સ્વભાવથી જ હર્ષવાળી છે, તેમ જ તમે તમારી સ્વામિનીને વિષે વિનયવાળી અને ભકિતવાળી છે, તેથી તમારે જ... કૃતાર્થ છે. " આ પ્રમાણે ઘણું નેહવાળી અને કાનને સુખ ઉપજાવનારી પિતાની સ્વામિનીના મુખની વાણી સાંભળી તે દાસીઓ અત્યંત હર્ષ પામી. પછી તે દાસીઓએ વાણી, કાયા અને કર્મવડે આનંદ પમાડેલી અને સેવાયેલી તે રતિસુંદરીએ સુખનિદ્રાવડે બાકીની રાત્રી નિર્ગમન કરી. હવે બ્રાહ્મ મુહૂતે ઉઠીને તે રતિસુંદરીએ પ્રાતઃકાળના સમયને ઉચિત એવી બન્ને પ્રકારની સર્વ આવશ્યક ક્રિયાઓ કરી. પછી તેણુએ સુતેલા એવા તે સૂરદત્તને પેલી ઔષધિવડે તત્કાળ 1 શારીરિક અને ધાર્મિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust