________________ ચોમે સર્ગ. (પરપ) કરીને ચતુરાઈથી તે જ પ્રમાણે તે પુરૂષની સેવા બરદાસ્ત કરવા લાગી. તેઓના અનેક પ્રકારના મનહર ઉપચારવડે, પ્રીતિ અને વિનય સહિત મધુર વચનવડે, પગ ધોવા વિગેરેવડે, મણિમય પત્યેકપર પાથરેલી તેવા પ્રકારની કમળ તળાઈમાં શયનાદિક કરાવવાવડે અને સર્વ પ્રકારના અદ્ભુત સુંગધી પદાર્થ મિશ્રિત તાંબુલ આપવાવડે તે સૂરદત્ત અંત:કરણમાં પ્રસન્ન થઈ સ્વર્ગના સુખને પણ ન્યૂન માનવા લાગે. વળી જાણે સાક્ષાત્ અસરાઓ જ હોય એવી તે દાસીઓ આદરપૂર્વક પ્રસંગને અનુસરતી મનહર કથાઓ વિસ્તારતી હતી. તે સાંભળવાથી અંત:કરણમાં અત્યંત આશ્ચર્ય પામી તે સર્વ પ્રકારના રતિસુખને પામે. પછી સમગ્ર સ્વાદિષ્ટ વસ્તુના મધુર રસને તિરસ્કાર કરે તેવું અત્યંત વિચિત્ર સ્વાદવાળું તાંબૂલ દાસીઓએ તેને આપ્યું, તેને વારંવાર આસ્વાદ લેતે તે સૂરદત્ત વિષયની પીડા સહિત તૃષાએ કરીને હૃદયમાં અત્યંત પીડા પાપે, તેથી તેણે લક્ષ્મીવડે વિદ્યાધરીઓને જીતનારી તે દાસીઓ પાસે પીવાનું જળ માગ્યું. ત્યારે તે દાસીઓએ તત્કાળ મહેલમાં આવી વિનયવડે નગ્ન થઈ પિતાની સ્વામિની રતિસુંદરીને તેનું તૃષાદિક સર્વ સ્વરૂપ કહ્યું. ત્યારે રતિસુંદરીએ તેઓને કહ્યું કે - “હે દાસીઓ! તમે ઠીક જણાવ્યું. હવે આપણા ઘરમાં પ્રથમથી તૈયાર કરી રાખેલો સ્વાદિષ્ટ રસવાળો આસવ છે, તે આસવ અનેક પ્રકારના મદને કરનાર અનેક પદાર્થો વડે સંસ્કાર કરે છે, તેને રસ અતિ ઉત્કટ છે, તે અત્યંત પરાક્રમી છે. તેને માદક વિગેરે ગુણને સમૂહ કેઈથી દૂર થઈ શકે તેવું નથી, સાકર અને દ્રાક્ષ વિગેરેના પાણીથી અને ઉકાળેલા ઈશુરસથી પણ તે અત્યંત અધિક મધુરતા યુક્ત છે, પંડિતોને પણ રંજન કરે તે છે, તેમજ શીતળ નિર્મળ અનેક સુગંધી પદાર્થોવડે મનહર છે, તે આસવ તેને જણાવ્યા વિના પાણીને ઠેકાણે પાણીની જેમ તમારે તેને પીવા આપો.” આ પ્રમાણે સ્વામિનીની આજ્ઞા થતાં તે નિપૂણ દાસીઓએ જળની ભ્રાંતિ કરનાર અને અત્યંત સ્વાદિષ્ટ તે આસવ તેને પીવા આપો. એટલે વૃદ્ધિ પામતી કામની ઈચ્છાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust