________________ ચેરમો સર્ગ. (31) જેમ આકાશગામી ગતિવડે હું અહીં આવ્યો છું. તેમણે જ મને રત્રાદિક ઘણું દ્રવ્ય આપ્યું છે, તે લઈને હું અહીં આવી તમારી પરીક્ષા કરવા માટે તમારા ઘરની પાસેના ઘરમાં રહી ઈચ્છિત ભોગ ભેગવું છું. તેણે જ આપેલી ઓષધિના દિવ્ય પ્રભાવથી સ્ત્રીનું રૂપ ધારણ કરીને હું પુણ્યશાળી અને મહા સતી એવી જે તમે તેનું દર્શન પામ્યું છું. હે માતા ! ઈંદ્રાણુના રૂપને પણ જીતનારૂં તમારું રૂપ જોઈને દુર્ભાગ્ય ગે ભ્રમિત થયે, તેથી પરિણામે આવી શોચનીય દશાને પામ્યો છું. અત્યારે તમે પરસ્ત્રી વિગેરેનો નિયમ આપી પુણ્યમાર્ગ દેખાડવાથી મારો ઉદ્ધાર કર્યો છે. લક્ષમીપુર નગરના ઇંદ્ર જયાનંદ રાજા કે જે તમારા પતિ છે, તે તમારે વિષે ચિરકાળથી ઉત્કંઠાવાળા છે, અને તમારા આગમનને ઈચ્છે છે. તે હે સ્વામિની ! તમે મારી બહેન છે, તેથી મારા પ્રયાસને સફળ કરે, અને આ પર્ઘકપર આરૂઢ થાઓ, કે જેથી આપણે આપણું સ્વામી પાસે જઈએ. " આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી પડદાની અંદર રહેલી તે સતી બોલી કે –“અહો! તું તો મોટું સાહસ કરવા ઈચ્છે છે કે જેથી હર્ષિત થઈને મારી સાથે આ પ્રમાણે તું જવા ઈચ્છે છે ! પરંતુ મન, વચન અને કાયાથી શુદ્ધ અને શિયળવડે ઉજવળ એવી સર્વસતીઓ પ્રાણાતે પણ પરપુરૂષનો સ્પર્શ કરતી નથી. જો કે હમણાં તે પરસ્ત્રીના નિયમનું વ્રત અંગીકાર કર્યું છે, પણ હવે પછી આ વ્રતની દઢતાને જરા પણ તજીશ નહીં. પરસ્ત્રીને ત્યાગ કરતાં વિશેષ બીજે કઈ સદાચાર સત્પરૂષાએ માન્ય નથી, આજ તેમને મોટો નિધિ છે, અને આ જ તેમનું પરમ ભૂષણ છે. મારા પતિ જ્યાનંદ રાજા અહીંથી જ્યારથી ગયા છે, ત્યારથી કોઈ પણ વખત અને કઈ પણ ઠેકાણે અન્ય પુરૂષનું મુખ પણ મેં જોયું નથી. સ્વજનના કે બીજા કોઈ પણ પુરૂષ સાથે કોઈપણ પ્રકારની વાતચિત કરી નથી કે કેઈપણ પ્રકારને પરિચય કર્યો નથી, શૃંગાર વિગેરે પહેર્યા નથી, સિગ્ય આહારનું ભોજન કર્યું નથી, તાંબૂલાદિક મુખવાસને ઉપયોગ કર્યો નથી, નખ કેશ વિગેરેને સંસ્કાર કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust