________________ - ચૌદમો સર્ગ. ( પુરા )) અને સ્થિર હોય છે, તે પતિને પ્રિય હોય એવું જ આચરણ કરે છે, અને પતિને પ્રિય લાગે તેવું જ વચન બોલે છે. આથી હું પતિવ્રતા હોવાથી મારા મનમાં સપત્ની સંબંધી કિંચિત્ પણ અરૂચિ નથી; તેથી હે પ્રિય સખી! તારે અભિપ્રાય શીધ્રપણે પ્રગટ કર, કે જેથી હું મારે ઘેર જઈને તેને તારી પાસે મોકલું.” આ પ્રમાણે તે માયાસ્ત્રીએ કહ્યું, ત્યારે તે સતી બોલી કે –“હે સખી! ધનના લાભ વિના આ સર્વને હું તે વિડંબનારૂપ માનું છું.” તે સાંભળી માયાસ્ત્રી બોલી કે–“હે સખી ! તારું કહેવું સત્ય છે. મારા પતિ પાસે સમગ્ર ભેગની સામગ્રી સાધી શકે તેટલું અને સુખના નિધાનરૂપ પુષ્કળ ધન છે તે તારે જેટલું ધન જોઈતું હોય, તેટલું કહે કે જેથી તેટલું ધન હું તને મેકલી આપું. એમ કરવાથી તું ભોગને લાભ અને સુખને લાભ પણ મેળવી શકીશ; પરંતુ હે સખી! કામની પીડાથી ઉત્પન્ન થયેલા દુઃખાગ્નિને શાંત કરવામાં જળ જેવી તથા રતિ અને પ્રીતિના ફળવાળી તું મારા પતિને અહિં આવવાને સમય કહે.” તે સાંભળી સતીએ કહ્યું કે—“હે સખી! જે તારા પતિની દાન કરવાની ઉત્તમ શક્તિ હોય તે નિ:શંકપણે મને એક કરેડ ધન આપે. જે કદાચ તેને એક સાથે સર્વ ધન આપવાની પ્રતીતિ ન આવે તે પ્રથમ અર્ધ કરેડ મોકલે, અને બાકીનું અર્ધ કરોડ દ્રવ્ય બીજે દિવસે મારે ઘેર આવે ત્યારે સાથે લેતા આવે.” આ પ્રમાણેનું તેણીનું વચન સાંભળી તે માયાસ્ત્રીએ હૃદયમાં હર્ષ પામી તેણીનું વચન માન્ય કર્યું. પછી કામને વશ થયેલી તે માયાસ્ત્રી પિતાને ઘેર ગઈ, અને તરત જ તેણીએ પ્રથમ આપવાને અંગીકાર કરેલું ધન પોતાની દાસીની સાથે મેકવ્યું. પછી તેણીએ કહેલે દિવસે તે ઔષધિવડે પુરૂષનું રૂપ કરીને અર્ધ કરોડ દ્રવ્ય લઈ સૂરદત્ત સતીના મહેલના દ્વાર પાસે આવ્યા. તે વખતે તેણે જાતિવંત સુવર્ણ અને માણિક્યના અલંકારવડે પોતાનું શરીર શણગાર્યું હતું અને અત્યંત અદભુત શોભા આપનાર અને હિતકારક સર્વ પ્રકારના વેષને આડંબર કર્યો હતો. આ પ્રકારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust