________________ - ચૌદમે સ. (519) માટે પ્રયોજેલાં વચનને સાંભળીને તે રતિસુંદરીએ તેને મારી આપી. ત્યારપછી પણ હમેશાં પ્રથમની જેમ તે માયાસ્ત્રી પ્રીતિથી આવવા લાગી, અને તે રતિસુંદરીના ચિત્તને પ્રસન્ન કરવા માટે એક પુણ્યને જ પ્રતિપાદન કરનારી તથા વિસ્મયને વિકસ્વર કરે તેવી ધર્મકથા જ કહેવા લાગી. . વળી ઘણે કાળ ગયા પછી પ્રથમની જેમ ધર્મકથાની વચ્ચે વચ્ચે તે માયાસ્ત્રી જાણે કામની ક્રીડાવડે ખીલાઈ ગઈ હોય એવી વાણીને બોલવા લાગી. તેમજ તે પોતાને ઘેર આવીને પુરૂ ષને રૂપે રહેતી ત્યારે તે અત્યંત સરળ પ્રકૃતિવાળી રતિસુંદરાને વશ કરવાના ઉપાયે વિચારવા લાગી. વળી સારા સારા સંસ્કાર કરી અદ્દભુત અને અપૂર્વ એવી ઘણી વસ્તુઓ મેકલવા લાગી, અને તેણુને હર્ષ આપવા માટે ચિરકાળ સુધી મેંહનાં ગીત પણ ગાવા લાગી. અંતઃકરણમાં કામવડે અત્યંત પીડા પામેલી હોવાથી તેણીની (સ્ત્રીરૂપ સુરદત્તની) ધર્મ બુદ્ધિ નાશ પામી ગઈ, એટલે તે નિરં. તર રતિસુંદરીનું જ ધ્યાન કરવા લાગી; તેથી તેણીના શરીરની કાંતિ પણ ઝાંખી થવા લાગી. આ રીતે થવાથી પિતાના સ્વામીને દ્રોહ થાય છે તેને પણ તે ભૂલી ગઈ તથા તેણીની સુધા, તૃષા અને નિદ્રા પણ જતી રહી. રતિસુંદરીની સાથે રતિસુખના નિર્વિઘ ઉપાએને પોતાની બુદ્ધિ પ્રમાણે વિચારતી તે પોતાના આત્માને બુદ્ધિમાન માનતી સતી વિવિધ પ્રકારની વિપરીત ચેષ્ટા કરવા લાગી. . આ પ્રમાણેની તેણીની વિપરીત ચેષ્ટા જોઈને તેમજ જાણુંને શુદ્ધ બુદ્ધિવાળી સતી રતિસુંદરીએ વિચાર કર્યો કે–આ સ્ત્રી હમેશાં અહીં જેવાં ગીત ગાય છે, તેવાંજ ગીત પાસેના ઘરમાં પુરૂષના મુખમાંથી સંભળાય છે. વળી જ્યારે આ સ્ત્રી અહીં આવે છે ત્યારે કોમળ અંગવાળી અને મૃગલી સરખા નેત્રવાળી મને જોઈને તે તત્કાળ ચિત્તમાં કામથી આકુળવ્યાકુળ થઈ જાય છે, તેમજ તેણીનાં કંઠનો સ્વર, ગતિ, અંગનાં લક્ષણો અને ચેષ્ટા વિગેરે સર્વ ફુટપણે પુરૂષનાં જેવાં જ જણાય છે, એમાં કાંઈ પણ સંશય રહે તેમ નથી. હું સ્ત્રીપણુએ કરીને તેની સામે દષ્ટિ કરું છું, પણ ખરી રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust