________________ (520) જયાનંદ કેવળી ચરિત્ર. તે સ્ત્રી દેખાતી નથી, કોઈ પણ કારણથી આ કોઈ પુરૂષજ માયાવડે સ્ત્રીરૂપ થયેલ જણાય છે. એટલે કામથી પીડા પામેલે કઈક દુરાચારી આ પુરૂષ હોવો જોઈએ. વળી તે મારા શિયળવ્રતને નાશ કરવાની ઈચ્છાવાળે હોય તેમ પણ દેખાય છે. તેથી પોતાનું આવું મલિન હદય દેખાડતો આ સર્વથા પ્રકારે અપરાધી જ છે, માટે તેનો માટે સમય આવે ત્યારે અવશ્ય નિગ્રહ કરવો તે યોગ્ય છે. " આ પ્રમાણે સતીઓમાં અગ્રેસર એવી રતિસુંદરી વિચાર કરીને તેવા સમયની રાહ જોવા માટે પ્રથમની જેમજ વિનોદનાં વચનેવર્ડ તે માયાસ્ત્રીને પ્રીતિ દેખાડવા લાગી. એકદા તે રાણું તથા માયાસ્ત્રી અને હર્ષથી વાર્તાલાપ કરતી હતી, તે વખતે મનવડે આળસુ થયેલી અતિ કપટી તે માયાસ્ત્રીએ લજજાને ત્યાગ કરી શૃંગાર રસને શોભાવનાર તારૂણ્યરૂપી વૃક્ષની જાણે મંજરી હોય એવી અને સન્માર્ગની વૈરિણરૂપ કામકથાને વિસ્તાર કર્યો. તે સાંભળી કાંઈક હદયમાં વિચાર કરીને નૃપપ્રિયાએ કહ્યું કે “હે સખી ! આ તારી કહેલી વાત મને પણ ઈષ્ટ છે. હું સખી ! તારી વાણીએ કરીને અકૃત્યને પણ આચરવા હું ઈચ્છj છું; કેમકે નેહી જન ઉચ્છિષ્ટ એવાં પણ ઘી, સાકર વિગેરેથી ચુક્ત મિષ્ટ ભજનને ખાવા ઈચ્છે છે; પરંતુ તેવા પ્રકારને સર્વથી અભૂત આકૃતિવાળે, સર્વ પ્રકારના ગુણવાળે, સર્વ કાર્યમાં ચતુર અને યુવાવસ્થાવાળો કોઈ પુરૂષ દેખાતો નથી, કે જે પ્રિયને પ્રાણુદાનથી પ્રિયાની જેમ પ્રેમનું સર્વસ્વ અર્પણ કરીને હું પ્રિય કરું, અને ઈચ્છા પ્રમાણે તેની સાથે રમું.” આવું તેણીનું વચન સાંભળી હર્ષ ધારણ કરતી તે માયાસ્ત્રી સાહસ કરીને બોલી કે—-“મારે પતિ સર્વ કળાવડે તારે એગ્ય જ છે; કેમકે તે બુદ્ધિવડે મનહર છે, રૂપવડે ઈદ્રને પણ ઓળગે તેવા છે, દાનવડે જગતને હર્ષ પમાડે છે અને વળી તારા ઉપર ચિરકાળથી અનુરાગી છે. તેથી અત્યંત ઉત્સુક થયેલા તે મારા પતિને આજે બોલાવી તેની વાંચ્છા સત્વર પૂર્ણ કર. એમ કરવાથી આપણું પ્રીતિલતા પણ નવપવિત થશે, કારણ કે પતિવ્રતા સ્ત્રીઓનું હૃદય પતિને અનુકૂળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust