________________ (પ૬) જયાનંદ કેવળા ચરિત્ર. જયાનંદની રાણે રતિસુંદરીએ હર્ષ પામી તે દાસીદ્વારાજ તે સ્ત્રીને પોતાની પાસે બોલાવી. એટલે તે માયા સ્ત્રી પણ અંત:કરશુમાં હર્ષ પામીને તરતજ તેની પાસે આવી અને તેને પ્રણામ કરી દાસીએ આપેલા આસન પર બેઠી. દુઃખે કરીને પણ પામી ન શકાય તેવું તે સ્થાન પામીને તથા તે રાણીનું અદભૂત રૂપ જોઈને તે માયા સ્ત્રી અત્યંત હર્ષ તથા વિસ્મય પામી અને તત્કાળ કામથી વ્યાપ્ત થઈ ગઈ; તોપણ ચતુરાઈથી તેણીએ તેવા પ્રકારના પિતાને આકાર ગોપવી દીધું અને જાણે યોગિની હોય તેમ શાંત મૂર્તિ ધારણ કરીને રહી. રતિસુંદરીએ કુશળવાર્તાના પ્રશ્નાદિકવડે સન્માન કરીને તેણીનું સમગ્ર સ્વરૂપ પૂછ્યું કે -" બહેન તું કેણુ છે ? હે કલ્યાણવાળી ! તું આટલો લાંબો કાળ કયાં રહી હતી ? અને તારું પાણિગ્રહણ કોણે કર્યું છે? ઈત્યાદિ સર્વ હકીકત કહે.” ત્યારે માયા સ્ત્રીએ જવાબ આપે કે-“હે સખી! મારું સ્વરૂપ તમે સાંભળ–એક રાજપુત્રી છું. મને આનંદથી એક વિદ્યાધર પર છે. તે અહીં માત્ર લીલાથીજ આવીને રહેલ છે. ધનવડે યાચક જનને પ્રસન્ન કરતા અને મારી સાથે વિષયસુખને અનુભવતા તેણે અહીં ઘણે કાળ નિમન કર્યો છે. હમણાં તેણે મને કહ્યું કે—“ હું તને વિષે જિનેશ્વરોને વંદન કરીને આવું છું, તું અહીં રહેજે.” એમ કહીને તે મને ઘણું વૈભવ સહિત અહીં મૂકીને ગયા છે, અને હજુ આવ્યા નથી. આ ઘરમાં પહેલાં કોઈ પરદેશ માણસ રહેતો હતો, તે જયારે પરદેશ ગયો, ત્યારે તે ઘરમાં મને મારા પતિએ રાખી છે. મારા પતિએ મારા ઘરમાં પુષ્કળ ધન મૂકયું છે; તેથી પરિવાર સહિત હું ચિરકાળથી સુખે રહું છું, કલ્યાણને ભેગવું છું અને શિયળના સુગંધવડે સિભાગ્યને અનુભવું છું.” આ પ્રમાણે તેણુનો વૃત્તાંત સાંભળી તે રાજપત્નીએ કહ્યું કે-“ ભદ્ર! આપણે બન્ને સમાન દુઃખવાળી અને એકજ ધર્મવાળી છીએ, તેથી આપણું બનેનું અહીં સખીપણું છે. હવે હે સખી ! તારે હમેશાં અહીં મારી પાસે આવવું, સુખેથી રહેવું અને સારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust