________________ (514) જયાનંદ કેવળ ચરિત્ર. આપ્યાં છે. તે આઠે નગર તે કુમારે રતિસુંદરીને આપ્યાં છે. પછી તેણીની સાથે કેટલીક વખત ભેગ ભેગવી તે કુમાર તીર્થને નમ સ્કાર કરવાના મિષથી કયાંઈક ચાલ્યા ગયા છે, તેના આજ સુધી કાંઈ પણ ખબર આવ્યા નથી, તેથી તે રતિસુંદરી તેણીની માતા રતિમાલાના આ મહેલમાં રહી કળાના અભ્યાસમાંજ સમય નિગ - મન કરે છે, તેથી તેમાં કોઈ પણ પુરૂષને પ્રવેશ નથી.” આ પ્રમાણે તેણુનું વૃત્તાંત સાંભળી સૂરદો મનમાં વિચાર કર્યો કે –“અહો ! વેશ્યાના કુળમાં આવું શિયળ?” એમ વિચારી તે અત્યંત આશ્ચર્ય પાપે. પછી તે સુરદત્ત રાત્રીને વખતે તેણીને કામની ઉત્પત્તિ કરવા માટે મેહક ગીતો ગાવા લાગ્યા તથા હમેશાં તે દાસીદ્ધારા રતિસુંદરીને પ્રીતિ ઉપજાવવા માટે અપૂર્વ ફળ, પત્ર વિગેરે વસ્તુને સારી રીતે ઉત્તમ સંસ્કાર કરી મોકલવા લાગ્યો. રતિસુંદરી પણ તે વસ્તુના સંસ્કારાદિકથી ચમત્કાર પામવાને લીધે તે સર્વ ગ્રહણ કરવા લાગી. “પ્રાયે કળા જાણનાર મનુષ્ય કળા જાણનારાઓને બહુ માન આપે છે.” એકદા તે સુરદ દાસીને પૂછયું કે –“મારા ગાયનને સાંભળી તારી સ્વામિની રતિસુંદરી હર્ષ પામે છે કે નહીં?” તેણીએ કહ્યું કે -" હર્ષ તે પામે છે, પણ પ્રશંસા કરતી નથી; કેમકે તે વિશેષે કરીને દેવ કે ગુરૂના ગાયન વિના બીજા કોઈ પણ ગીતને વખાણતી નથી. તે સતીમાં ચૂડામણિરૂપ તે રતિસુંદરા એકલા શૃંગારરસમય તમારા ગીતની પ્રશંસા કેમ કરે?” તે સાંભળી સુરદત્ત બે કે–“હે ભદ્ર! કામને પરિપૂર્ણ કરનારી અને ભામિની એવી તે તારી સ્વામિની કોઈપણ પ્રકારે મારા પર પ્રેમવાળી થાય તેમ તું કર.” તે સાંભળી દાસી બોલી કે આ ભવમાં તો તે કોઈ પરપુરૂષપર રાગ કરે તેવો સંભવ નથી, કેમકે સતીએને સ્વમમાં પણ પરપુરૂષપર રાગને લેશ પણ હોતો જ નથી.” ત્યારે સૂરદત્ત બોલ્યા કે–“જે તે રીતે તારાથી ન બને તો મને કોઈ પણ પ્રકારે ત્યાં લઈ જા.” તે બોલી કે " પુરૂષવર્ગને ત્યાં પ્રવેશ જ નથી, માટે તે પણ બની શકે તેમ નથી.” તે સાંભળી સૂરદત્ત મન રહ્યો અને દાસી પિતાને સ્થાને ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust