________________ ચૌદમે સર્ગ (15) ત્યારથી આરંભીને સૂરદાને તેણીના સંગમ માટે અનેક ઉપાય વિચારતાં એક ઉપાય સ્મરણમાં આવ્યું કે –“જયાનંદ રાજાએ મને એક ઓષધિ આપેલી છે, તેવડે હું પોતે સ્ત્રીરૂપ થઈને તેણીનું દર્શન તો કરૂં. તેની પાસે જવાને આ ઉપાય મારી પાસે છે.” એ પ્રમાણે વિચાર કરી તેણે દાસીને કહ્યું કે - આવતી કાલે આકાશગામિની વિદ્યાવડે અનેક તીર્થોને વિષે શ્રીજિનેશ્વરને વંદન કરવા માટે હું જલદી જવાનો છું. મારે એક પ્રિયા છે, તેણીના કંઠની મધુરતા પણ મારા જેવી જ છે, તે સુંદર રૂપ- વાળી, કળાનું સ્થાન અને મારા પર અત્યંત સ્નેહવાળી છે, છતાં હું તેને અહીં ઘેરજ મૂકીને જવા ઈચ્છું છું. કેમકે એને સાથે લઈ જતાં કદાચ મને માર્ગમાં કાંઈ પણ પ્રતિબંધ થાય તે હેતુથી હું તેણીને અહીં મૂકીને જાઉં છું. તે તેને મારી સાથેની પ્રીતિને લીધે તું હમેશાં અહીં આવી વાતો કરી આનંદ પમાડજે.” તે સાંભળી દાસી તેનાં વચનને અંગીકાર કરી પિતાને સ્થાને ગઈ. ત્યાર પછી તે બુદ્ધિમાન સુરદને રાજાની આપેલી ઓષધિવડે સ્ત્રીરૂપ ધારણ કર્યું. સ્ત્રીના રૂપને ધારણ કરનાર તે સુરદત્ત પોતાના સ્થાને જ રહ્યો હતો, તેટલામાં બીજે દિવસે દાસી તેની સાથે વાણુથી બંધાઈ હતી, તેથી તેની પાસે આવી અને વિનેદ કરવા લાગી. તે રીતે હમેશાં આવીને તે દાસી તેણીને આનંદ પમાડતી હતી. સ્ત્રીરૂપ સુરદા દિવસે તે દાસીની સાથે વાત કરી દિવસ નિર્ગમન કરતો હતું અને રાત્રે મધુર સ્વરે જૈન ધર્મ સંબંધી ગીતો ગાતે હતો. આ પ્રમાણેના તેણીનાં ધર્મસંબંધી ગીત સાંભળી તેણીના મધુર સ્વરવડે રતિસુંદરી ઘણું પ્રસન્ન થઈ, તેથી તેણએ પિતાની દાસીને પૂછયું કે–આ પાડેશના ઘરમાં રહેલી કઈ સ્ત્રી રોજ ગાયન ગાય છે?” દાસીએ કહ્યું કે-“હે માતા ! તે કઈક ધનિકની પ્રિયા છે, તેને ભર્તાર પરદેશ ગયે છે, તેથી તે ગીતાદિકવડે પિતાના આત્માને વિનોદ આપે છે. આથી વધારે તેણની હકીકત હું જાણતી નથી.” આ પ્રમાણે દાસીએ કહ્યું, ત્યારે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust