________________ ચાદમે સર્ગ. (511) નીચે ઉતરી જેટલામાં પુત્રની સામે ચાલ્યા, તેટલામાં પ્રિયાઓ અને ખેચ સહિત કુમારરાજે વિમાનમાંથી નીચે ઉતરી ઉત્કંઠાપૂર્વક પિતાને નમસ્કાર કર્યા. રાજાએ તેને આલિંગન આપ્યું. બન્ને પરસ્પર કુશળ પ્રશ્નની વાતો કરી હર્ષ પામ્યા. પછી સ્વર્ગમાં ઇંદ્ર અને જયંત પ્રવેશ કરે તેમ તે પિતા પુત્ર નગરમાં પ્રવેશ કર્યો. મહેલમાં જઈ પ્રિયા સહિત કુમારે માતાને નમસ્કાર કરી જે હર્ષ આપે તે હર્ષને તે પોતે જ જાણતી હતી. “સ્ત્રીઓને આવા પુત્ર જે બીજો કોઈ મહોત્સવ જ હેતે નથી.” પછી તે કુમારરાજે પોતાની પ્રથમની અને પછીની સર્વ સ્ત્રીઓને જેમ ચંદ્ર કુમુદિનીને કિરણો વડે વિકસ્વર કરે તેમ નેહવાળા વચને વડે આનંદ આપે. પછી અવસરે વિદ્યાધર રાજા પવનવેગે શ્રી વિજય રાજા વિગેરે સર્વ સભા સમક્ષ કુમારરાજનું સર્વ વૃત્તાંત યથાર્થ પણે કહી સંભળાવ્યું, તે સાંભળી વિશ્વને ચમત્કાર કરનાર અને ગુણવડે મનોહર એવા તે વૃત્તાંતથી સર્વે સભાસદ હર્ષ અને આશ્ચર્ય પામી તે કુમારરાજની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારપછી દક્ષિણ ભરતાર્યના મધ્ય ખંડમાં જે રાજાઓને પ્રથમ સાધ્યા નહોતા તેમને તથા બે બાજુના બન્ને ખંડેના સમગ્ર રાજાઓને જીતવાનો તે રાજાધિપે પ્રયત્ન શરૂ કર્યો. ગર્જના કરતી વેળા વડે સમુદ્રની જેમ ગર્જના કરતી મોટી સેનાવડે તે રાજેન્દ્ર પ્રથમ પૂર્વ દિશા તરફ ચાલ્યા. અનુક્રમે માર્ગને ઓળંગતા તે રાજા પૂર્વ દિશાના સમગ્ર રાજાઓને જીતી પૂર્વસમુદ્રને કાંઠે જઈ પહોંચ્યા. ત્યાં કલિંગ, બંગાલ, પાંચાલ વિગેરે દેશના રાજાઓને અનુક્રમે જીતી તે તે સ્થાને યશના સ્તંભે સ્થાપન કર્યા. મહેંદ્રનાથ વિગેરે અનેક રાજાઓ પાસે તેણે બળાત્કારે પોતાની આજ્ઞા ગ્રહણ કરાવી, એટલે તેઓ દંડ તરિકે મોટાં ભેટશું આપી તેમની આજ્ઞાને ભજવા લાગ્યા. તાંબૂલ, એલચી અને સોપારી વિગેરે અનેક પ્રકારના વૃક્ષો વડે શોભતા સમુદ્રના વેળાતટને માગે ચાલી તે રાજા દક્ષિણ દિશામાં ગયા. ત્યાં કાવેરી નદીના જળથી સૈન્યને સુખ ઉપજાવી તેણે પાંડ્યાદિક રાજાઓને જીત્યા, એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust