________________ સાતમો સર્ગ, (149) પછી વિનવથી તેને પિતાને ઘેર લઈ જઈ પિતાની પ્રિયાને બતાવી, તથા ભક્તિથી તેને સંતોષ પમાડી તેની પાસે ઉપાય કરાવવા લાગ્યો. તેના કરેલા આષધોવડે તેણીના શરીરમાંથી વ્યાધિ નષ્ટ થયે, એટલે તેણીને સજ્જ થયેલી જોઈ મેઘઘટાને જોઈ મયૂરની જેમ તે શેઠ હર્ષ પામ્યો. અનુક્રમે મેઘવડે વનની જેમ તેના ઔષધવડે તેણીનું શરીર પુષ્ટ પણ થયું. આ રીતે તે યોગીની વૈદ્યક શાસ્ત્ર સંબંધી નિપુણતા જોઈશેઠ ઘણો વિસ્મય પામ્યું. પછી આગ્રહથી તેણે તે યોગીને એક માસ સુધી પિતાને ઘેર રાખ્યો. તે વખતે તે ગીએ તે શેઠને પિતાનો ધર્મ કહી આહંતધર્મમાં શિથિલ કર્યો. તે પાપની આલોચના કર્યા વિના તે શેઠ આયુષ્યને છેડે શુભમતિથી મરણ પામીને પૂર્વ પુણ્યના યોગથી હું ગિરિચૂડ નામને દેવ થયે છું. અત્યારે તમારી સાથે જ પ્રતિબોધ પામીને મેં શુદ્ધ સમક્તિ અંગીકાર કર્યું છે. તેથી ગુરૂના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરીને હું હમણા પ્રત્યક્ષ થયે છું. તે ઉત્તમ દેવે કહેલા આ વરને તાપસસુંદરી આપે કે જેથી ઉત્સવપૂર્વક મારા ઉપકારીને વિવાહ કરીને હું કૃતાર્થ થાઉં.” આ પ્રમાણે ગિરિચૂડદેવનું વચન સાંભળી કુળપતિ વિગેરે તાપસે એ હર્ષથી કુમારને પ્રાર્થનાપૂર્વક તે કન્યા આપી. એટલે ગિરિચુડ દેવે તત્કાળ સર્વ સામગ્રી તૈયાર કરી. તેમાં રત્નના સ્તંભે ઉપર મેતીની માળાના તોરણ બાંધી સુવર્ણમય મંડપ બનાવ્યું. તેમાં બેસીને દેવીઓ તથા તાપસીઓ મોટા મંગળગીત ગાવા લાગી, દુંદુભિ વિગેરે વાજીંત્રો વાગવા લાગ્યા, દેવે બંદીજનની જેમ જય જય શબ્દ કરવા લાગ્યા અને આશ્ચર્યથી એકઠા થયેલા દેવો અને વિદ્યારે સમૂહ પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે તે દેવના કરેલા ઉત્સવપૂર્વક દિવ્ય વસ્ત્ર અને અલંકારથી ભૂષિત કરેલી તે કન્યાને તાપસોએ કુમારની સાથે પરણાવી. તે વખતે ગિરિચુડ દેવે કુમારને દિવ્ય વસ્ત્ર તથા અલંકારો આપ્યા અને તુષ્ટમાન થયેલા કુળપતિએ આકાશગામી પથંક આપે. પછી ત્યાં વનમાં ગિરિ ડદેવે સ્વર્ગના વિમાન જે સુવર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust