________________ (700) જયાદ કેવળી ચરિત્ર. કળા તો પ્રથમ જ અમે જોઈ છે, અહીં કાંઈ નવી કળા બતાવવાનો છે? કુંભારની જેમ જેનું મર્દન કરવામાં તું કુશળ છે, તે માટી તો અહીં નથી.” વળી કેટલાક બેલ્યા કે-“શા માટે તેને નિષેધ કરો છો ભલે તેની વિગોપના (નિંદા) થાય, તથા લેકમાં હાસ્યની ભલે વૃદ્ધિ થાય.” આવી છાત્રોની વિચિત્ર વાણની અવજ્ઞા ઉપેક્ષા) કરી વામન પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી નૃત્ય કરવા તૈયાર થયા. પરીક્ષા કરીને પિતાને મનગમતા ગવૈયા તથા વગાડનારા તૈયાર કર્યો, અને પછી સર્વ સામગ્રીપૂર્વક વિશ્વને એકાંત મોહ પમાડે તેવું તે નૃત્ય કરવા લાગ્યા. તેના નાટ્યમાં કોઈપણ ઠેકાણે હસ્તકાદિકને વિષે ઈર્ષ્યાળુ અને દોષની જ દષ્ટિવાળા ઘણા રાજપુત્રો છતાં કેઈથી કાંઈ પણ દૂષણ કાઢી શકાયું નહીં. બુદ્ધિમાન સભાસદે તેનું નાટ્ય જોઈ તેમાં જ તન્મય થઈ ગયા, અને દેના નૃત્યની પણ નિંદા કરવા લાગ્યા. સર્વ કુમારોએ જે નૃત્ય કર્યા હતા તે સર્વ નૃત્ય કરી બતાવી છેવટ ભાલાના અગ્રભાગ પર પુષ્પ મૂકી તેના પર સોય અને તેના પર પુષ્પ રાખી તેના પર તે નૃત્ય કરવા લાગ્યું. તેમાં તેણે પણ જમણા અને ડાબા બાર કરણે આખ્યા–ભજવી બતાવ્યા. પછી તે પુષ્ય પોતાના નેત્રવડે ગ્રહણ કર્યું. તે જોઈ સર્વ સભાસદો “આ વામન જી, ." એમ બેલ્યા. પછી વામને નાટ્ય સમાપ્ત કર્યું. તે વખતે હર્ષ પામેલા લોકોએ ય જય શબ્દ કર્યો, વાજિત્રના નાદને કેળાહળ થયે, બંદીજને તેના ગુણ બોલવા લાગ્યા, અને ગાયકે હર્ષવડે ગાવા લાગ્યા. તે સર્વને વામને વિશ્વને વિષે અભુત એવું ઇચ્છિત દાન આપ્યું. જગતમાં અભુત એવી તેની નાટ્યકળાથી રંજિત થયેલી નાટ્યસુંદરી હર્ષ અને આશ્ચર્ય પામી તત્કાળ વામનને વરી. તે વખતે આકાશમાં રહેલા દેવતાએ “સારું વરી, સારૂં વરી' એવો શબ્દ કર્યો, અને વાદ્યાદિકને માટે તુમૂલ આકાશમાં વ્યાપી ગયો. તે જોઈ રાજાએ વિચાર્યું કે–“દેવને ધિક્કાર છે કે આ મારી સુરૂપી પુત્રીને આ વામન વર આપે, પણ હવે બીજી બેને તો કઈ રાજપુત્ર વર મળે તો સારું.” એ પ્રમાણે ખેદ સહિત વિચારી રાજાએ પ્રતિહારને આજ્ઞા કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust