________________ (૩૪ર ) જયાનંદ કેવળી ચરિત્ર. રાજાઓએ નવા મેઘની જેમ તેના ઉપર ફળ, પુષ્પ, મણિ, સુવર્ણ અને વસ્ત્રોનો વરસાદ વરસાવ્યો. આ પ્રમાણે સત્કાર કરીને તેઓએ ચંદ્રબુદ્ધિને રજા આપી, એટલે તેમની ઉદારતાને અને ત્યાં આવવામાં પોતાના ભાગ્યને વખાણતા તે ત્યાંથી તરત જ નીકળ્યા. પછી “અહો ! વાણીની ચતુરાઈથી હું મેટી વૃષ્ટિવડે અદ્ભુત લફર્મને પામે. મધુર વાણી બોલનાર કેયલ પક્ષી પણ ઇંદ્ર પાસેથી અલંકાર પામ્યું હતું.” આ પ્રમાણે પિતાના પરિવાર સાથે વાતો કરતા તે નવમે દિવસે લક્ષ્મીપુરમાં આવી પહોંચ્યા અને તેણે શ્રીપતિ રાજાને નમસ્કાર કર્યા. રાજાએ તેને બહુમાનથી પૂછ્યું, ત્યારે હર્ષથી વિકસ્વર થયેલા શરીરવાળા તેણે તેને સમગ્ર વૃત્તાંત અને તેમણે આપેલા અપૂર્વ દાનની વાર્તા કહી બતાવી. તે સાંભળી તેના પરિવારમાંથી જ કોઇએ કહ્યું કે–“અહીં કુમારની જે આ દાનલીલા છે તે કાંઈ આશ્ચર્યકારક નથી; કેમકે પ્રાયે કરીને પુત્ર પિતાને જ અનુસરનારા હોય છે.” કોઈએ હાસ્યપૂર્વક કહ્યું કે –“આ યુદ્ધાદિકને સમગ્ર આરંભ ચંદ્રબુદ્ધિના શુભકર્મવડે તેનાજ લાભને માટે થયે.” આ પ્રમાણે સર્વ હકીકત સાંભળી રાજાના મનમાં વિસ્મય, આનંદ અને ખેદ વિગેરે ઘણું રસો મિશ્રિત થયા, તેથી તે કાંઈ પણ બોલી શક્યો નહીં, તેટલામાં દ્વારપાળે આવી રાજાને કહ્યું કે –“હે સ્વામી ! શ્રી જયરાજાનાં પ્રધાનપુરૂષ કુમારને બોલાવવા માટે તમારી સભાના દ્વારમાં આવ્યા છે.” તે સાંભળી રાજાએ તેમને અંદર પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી, ત્યારે દિવ્ય અલંકાર અને વસ્ત્રને ધારણ કરનારા તે પુરૂષે પ્રતિહાર સહિત સભામાં દાખલ થયા. તેઓએ રાજાને નમસ્કાર કરી તેની પાસે ભેટશું મૂકવું. રાજાએ તેમને બેસવા માટે આસનો અપાવ્યાં, તે આસને ઉપર પિતાની આકૃતિ વિગેરેથી સભાસદોને હર્ષ પમાડતા તેઓ બેઠા. પછી પ્રીતિ દેખાડતા રાજાએ જય રાજા અને વિજય યુવરાજ વિગેરેના કુશળ સમાચાર પૂછી તેમને આનંદ પમાડ્યો. ત્યારે પછી તેઓએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust