________________ તેરમો સર્ગ (477) પાંદડા સમાન છે, શસ્ત્રના સમૂહો તૃણ સમાન છે તથા સુર, અસુર, અને મનુચ્ચેના સ્વામીએ તે મારા અનુગ્રહપણને પામવા લાયક છે, તે અહા ! મને યુદ્ધમાં કોણ, શાવડે, કયારે, કયાં, અને શી રીતે જીતી શકશે ? જેઓ યુદ્ધમાં કરડે સુભટોને કુટવાથી અત્યંત મદોન્મત્ત થઈ દેવોને પણ ભય પમાડનારા છે, તેવા દ્ધાઓ આજે યુદ્ધરસના અથી એવા મારા દષ્ટિમાર્ગમાં મને હર્ષ આપવા માટે આવીને ઉભા છે, તે બહુ સારું થયું છે. જે સર્પો મેટા ફેંફાડાવડે અત્યંત ઉંચા અને ઉદ્ધત ફણાનાસમૂહને ધારણ કરી દેડકા અને ઉંદરોને ભય આપે છે, તેજ સર્પો ભેજનની ઈચ્છાવાળા ગરૂડને હર્ષ આપે છે. રે રે સુભટો! મારી જેવાને યુદ્ધમાં જીતવાની ઈચ્છા થવાથી અત્યંત વિકટ (કઠણ) અને દુર્ઘટ (અસંભવિત) એવા શસ્ત્રસમૂહનો પરિશ્રમ કરવાના મેટા ભારવડે નિરંતર શા માટે વૃથા ખેદને સહન કરે છે? કારણ મારા એક ચપેટાને સહન કરવાને ઈંદ્ર પણ સમર્થ થાય તેમ નથી, તો હે મૂર્ખા! મરવાની ઈચ્છાથી મારી સાથે યુદ્ધ કરવા તમે શા માટે આવ્યા છે?” આવાં તે રાજાનાં વચનથી ક્રોધ પામેલા અને યુદ્ધથી તૃપ્ત નહીં થયેલા તે સર્વે સુભટોએ પ્રાણોને તૃણ સમાન કરી નાંખે એવાં હજારો બાણે રાજા પર મૂકયાં. તે સર્વને નિવારી તત્કાળ તે રાજાએ કેટલાકના રથને ભાંગી નાંખ્યા, કેટલાકને પૃથ્વી પર લોટાવ્યા અને કેટલાકને આકાશમાં ઉછાળ્યા. આ પ્રમાણે તે સ્ત્રીરૂ૫ રાજાને યુદ્ધ કરતા જાણું ખેચરચકવતી પોતાના પુત્રના વધની શંકા થવાથી યુદ્ધ કરવા તૈયાર થઈને દોડ્યો. દેડતા એવા તેણે બાવડે શત્રુની સેના વીખેરી નાંખી, અને જેમ દાવાનળ પશુઓને બાળે તેમ તે ચેતરફથી વિરેને બાળવા લાગ્યું. તે જોઈ પિતાની સેનાનું રક્ષણ કરવા ઈચ્છતા રાજાએ ચકીને યુદ્ધ કરવા બોલાવ્યા એટલે તે બન્ને દ્ધાઓ પરસ્પર શરાશરી યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે સ્વામીના યુદ્ધથી જેમને ક્રોધ વૃદ્ધિ પામે છે, એવા બને સૈન્યમાં રહેલા સર્વ દ્ધાઓ પૂર્ણ પરાક્રમવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે સુભટોએ ચિરકાળ સુધી ધનુષા ધનુષી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust