________________ (46) જયાનંદ કેવળી ચરિત્ર. પુરવામાં આવ્યા, તે જાણે કે કલ્યાણ અને સિાભાગ્યની લહમીવાળા રાજાની રક્ષા કરવાના યંત્રો હેય તેવા શોભતા હતા. શ્રીજયાનંદરાજાના યશવડે ઉજ્વળ થયેલા આકાશમાં રંગ કરવા માટે જ હોય તેમ ઉંચા સ્તંભેપર મૂકેલા મનહર ધુપધાણાઓ ધુમાડાના સમૂહને છોડવા લાગ્યા. સ્થાને સ્થાને કેળના સ્તંભ ઉપર પુષ્પોની માળાઓ લટકાવી તેથી જાણે કામદેવની રાજધાની હોય તેમ તે સર્વ નગર સુગંધમય થઈ રહ્યું. આ રીતે શેભા કરાવીને તે ખેચરચક્રીએ પરિવાર સહિત રાજા પાસે જઈ તેમને પરિવાર સહિત પિતાના નગરમાં આવવા વિનયથી આમંત્રણ કર્યું, એટલે તેની ગેરવતા અને પ્રાર્થનાના વશથી તેના નગરમાં પ્રવેશ કરવાને ઈચ્છતા કુમારરાજ કરડે વિદ્યાધરો સહિત તેના નગર તરફ ચાલ્યા. તે વખતે કૈલાસ પર્વતપર આરૂઢ થયેલા શંકરની જેમ વેત હસ્તીપર આરૂઢ થયેલ તે રાજા સેવા કરવા આવેલે જાણે ચંદ્ર હોય એવા વેત છત્રવડે શોભતા હતા, તેને ચેતરફ વિદ્યાધરીએાની શ્રેણિ ચામરે વીંઝતી હતી, તેથી જાણે કે તેના યશથી જીતાયેલા ક્ષીરસમુદ્ર તેને પતાના તરંગે ભેટ કર્યો હોય તેમ તે ચામર શોભતા હતા. વાગતા એવા કરડે વાજિત્રેવડે આકાશ શબ્દમય થઈ ગયું હતું, તેથી આ રાજા જગતને જીતનાર છે " એમ જાણે સર્વ દિશાએ કહેતી હોય તેવું ભાસતું હતું. દેવોની જેવા વિદ્યાધરથી આખું આકાશ વ્યાસ થઈ ગયું હતું, તેથી જેમ કીર્તિએ કરીને તે રાજાએ આકાશ અને પૃથ્વીની ઐયતા કરી તેમ તે રાજા વિદ્યાધરેવડે આકાશ અને પૃથ્વીને એકરૂપજ કરી દેતા હોય એમ લાગ્યું. આ રીતે તે કુમાર ચાલ્યા, તે વખતે વિદ્યાધરે, બંદીજન અને ગવૈયાઓ તેમના ગુણોની સ્તુતિ કરતા હતા, તરફ વિદ્યાધરીઓ તેના ધવળગીત ગાતી હતી, તે જયાનંદરાજા વિસામા રહિત સ્થાને સ્થાને નાટકની શ્રેણિઓ જોતા હતા, જ્યધ્વનિને સાંભળતા હતા, કલ્પવૃક્ષની જેમ અથીઓને વાંછિત અર્થ આપતા હતા, છત્ર ચામર સહિત, હસ્તીપર આરૂઢ થયેલા યુવરાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust