________________ | તેરમો સર્ગ. ' (485) હ નહીં, અને તત્કાળ છોડી મૂકો, તેથી હે રાજન્ ! અપરાધીને વિષે પણ તમારે દયાધર્મ અદ્દભૂત છે. તમારૂં ચિત્ત જેમ મારે વિષે અનેહવાળું છે તેમ મારૂં ચિત્ત પણ તમારે વિષે અત્યંત સ્નેહવાળું થયું છે, તેથી ચિત્તની એકત્રતાને લીધે અવશ્ય આપણું પૂર્વ ભવની મિત્રાઈ હોવી જ જોઈએ. હે બંધુ ! હવે તો જલદી પ્રસન્ન થઈને મારા નગરમાં આવી મારા નગરને તથા મારા મહેલને પવિત્ર કરે. હે પ્રાર્થિત વસ્તુને આપનાર રાજન ! તમારી પાસે હું આટલી જ પ્રાર્થના કરું છું.” તે સાંભળી કુમારરાજે તેને અનુમતિ આપી, એટલે તે બેચરચક્રવતીએ સૈન્ય સહિત પિતાના નગરમાં જઈ નગરની અભૂત શભા કરાવી. આકાશસુધી પહોંચેલા મણિના સ્તંભે અને તેના પર સૂર્ય જેવા સુંદર દેખાતા મણિના કળશોની શ્રેણિની કાંતિવડે દપતા હજારે તોરણે વિદ્યાધરોએ રચ્યાં, અને તે તારણે ઉપર ચામર વીંઝતી પુતળીઓ તથા વિચિત્ર ધ્વજાઓ મૂકવામાં આવી. રાજમાર્ગમાં ઠેકાણે ઠેકાણે મેટા માંચાઓના સમૂહો ગોઠવ્યા અને તેના પર વાજિત્રના ધ્વનિસહિત ગીતગાનાદિક કરતી સ્ત્રીઓ બેસાડવામાં આવી. તે માંચાઓ ઉપર ઉલેચ બાંધી તેમાં મોતીના ઝુમખા લટકાવ્યા, તે જાણે રાજાનું સૌભાગ્ય જેવા માટે ગ્રહો આવીને રહ્યા હોય તેવા શોભતા હતા. દરેક વૃક્ષ, ઘર અને દુકાનોને માથે શબ્દ કરતી ઘુઘરીઓ સહિત ધ્વજાઓ બાંધી, તે જાણે કે આકાશરૂપ વૃક્ષેપર રહેતા ભ્રમરના નાદ સહિત 59 હાય તેવી શોભતી હતી. " આ શ્રી જયાનંદ રાજાના આવવાથી પૃથ્વી પણ અમારી જેમ શીતળ થાઓ” એવા હેતુથી વિદ્યાધરોએ સર્વ માર્ગોમાં ચંદનમિશ્રિત જળ છાંટયું; ઘર તથા દુકાને વિગેરેના તોરણમાં રત્નને અરિસાએ ગોઠવ્યા, તેથી જાણે કુમારરાજના પ્રતાપથી જીતાયેલા સર્વ દ્વીપોના મનુષ્યો તેની સેવા કરવા આવ્યા હાય એવો ભાસ થવા લાગે. વેપારી જનોએ ઉંચા સ્તંભો ઉપર રેશમી વસ્ત્રો, સુવર્ણ, માણિજ્ય અને મોતીના હારો લટકાવી દુકાનોને શણગારી. રત્નની પૃથ્વીપર મણિ, સુવર્ણ અને મોતીના સાથીઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust