________________ - ચૌદમો સર્ગ. (55) કરવા શક્તિમાન નથી. મેં પહેલેથી જ ચાર અણુવ્રત સહિત સમકિત ગ્રહણ કરેલું છે, અત્યારે રાજ્યભેગને લાયક આ પ્રમાણેના નિયમોને હું અંગીકાર કરું છું-“હમેશાં શ્રીજિનેશ્વરની આઠ પ્રકારી પૂજા કરીને જ, ગુરૂનો વેગ હોય તે તેમને વાંદીને જ તથા સાધમિક શ્રાવકોને સત્કાર કરીને જ મારે ભજન કરવું. અષ્ટમી અને ચતુર્દશી વિગેરે મોટા પર્વને દિવસે આરંભાદિકનો ત્યાગ કરી હું બ્રહ્મચર્યને ધારણ કરીશ, તથા ચિત્ર માસમાં અને સર્વ અઠ્ઠાઈઓના દિવસે અમારી પળાવીશ. જિનેશ્વરના હજારે પ્રાસાદે તથા તેમનાં બિબે કરાવીશ, અને જ્ઞાનને ઘણું પુસ્તકે લખાવીશ. જ્યારે જ્યારે ચતુર્વિધ સંઘનો યોગ થશે ત્યારે ત્યારે તેમની વિધિ પ્રમાણે પૂજા કરીશ. શ્રાવકો પાસેથી હું કઈ જાતને કર ગ્રહણ કરીશ નહીં, અને દીન હીન જનોને દાન આપીશ, બીજા પણ ધર્મકાર્યો હું કરીશ, અને અરિહંતના શાસનની ઘણે પ્રકારે પ્રભાવના કરીશ.” આ પ્રમાણે કુમારરાજે નિયમે ગ્રહણ કરવાનું જણાવ્યું, તે સાંભળી ગુરૂએ તેને તે નિયમે ગ્રહણ કરાવીને કહ્યું કે–“હે નરેંદ્ર! આ નિયમો તે સારા ગ્રહણ કર્યા છે, તેને તું સારી રીતે પાળજે. પરંતુ મદવડે ગર્વિષ્ઠ થઈને તે વ્રત પાળવામાં પ્રમાદ કરીશ નહીં અને મોહ પામીશ નહીં. કારણ કે તે નિયમોને જિનેશ્વરોએ વિરતિરૂપ જ કહ્યા છે, તથા તે નિયમો ધર્મના રહસ્ય ભૂત છે અને ધર્મનું નિરવદ્ય (નિર્દોષ) બીજ (કારણ) છે. કેમકે તે નિયમનું પાલન કરવાથી પુણ્યાનુબંધી પુણ્યનાં કાર્ય અને કારણ બપણાને પામી પરિણામે કર્મક્ષયનાં કારણરૂપ પણ થાય છે. હે રાજરાજેદ્ર! એવા નિયમ જ મોક્ષ સુધીની કલ્યાણલમીને, સંપત્તિને અને સુખને આપનાર છે, તેથી તે પ્રસન્ન ચિત્તે નિશ્ચયપણે તેની આરાધના કરજે.” આ પ્રમાણે ગુરૂ મહારાજના મુખેથી સાંભળી ફરીથી ગુરૂને પ્રણામ 1 નિયમ હોય તેજ પુણ્યાનુબંધિ પુણ્યરૂપ કાર્ય નીપજે છે, અને પુણ્યાનુબંધિ પુણ્ય હોય તે જ નિયમનું ગ્રહણ અને પાલન થઈ શકે છે, માટે નિયમજ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ અને કાય બન્ને બને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust