________________ ચૌભે સર્ગ. (53) ત્યારે પિતાને એકલે આત્મા જ રક્ષણ વિનાને થઈને તે ભેગવશે તે પણ તે મૂઢ જાણતો નથી. કોઈ પણ રાજાએ કેઈપણું જીવને મૃત્યુથી બચાવ્યા નથી (તેનું મરણ આવતું અટકાવ્યું નથી ), જગતના દારિદ્રથને ત્રાસ પમાડ્યો નથી (અળસાવ્યું નથી), રોગ, ચોર અને રાજા વિગેરેથી ઉત્પન્ન થતા સોળ પ્રકારનાં ભયોને સર્વથા નાશ કર્યો નથી, તેમ જ ત્રણ જગતના પ્રાણીઓને ધર્મ પમાડી સુખી ક્યું નથીતે તેવી રાજ્યલક્ષ્મીને ભગવનાર રાજાને કયે ગુણ, કયે ગર્વ અને કયું સ્વામીપણું માનવું? જે રાજ્યથી મોટા આરંભે વડે ભારવાળે થઈને પ્રાણું ભવસાગરમાં ડૂબે છે, જે રાજ્યમાં દુષ્ટ રાજા વિગેરે છળથી અનેક મનુષ્યને પીડા પમાડવા ઈચ્છે છે, જે રાજ્ય પ્રાણીને ચિંતા વડે વ્યાકુળ કરવાથી ધર્મકાર્યની સ્થિતિનું હરણ કરે છે, અને જે રાજ્ય પ્રાયે બીજાને જ ભેગવવા લાયક થાય છે, તેવા રાજ્યના પરિગ્રહનો હે પંડિત ! તમે ત્યાગ કરે. મુગ્ધ બુદ્ધિવાળા કે પિતાનાં ધન, સ્ત્રીઓ અને પુત્રને જોઈ હર્ષ પામે છે, પરંતુ તે સર્વ શીધ્રપણે જતું રહે તેવું છે એમ જાણતો નથી. ધન અનિત્ય છે, શરીર નાશવંત છે, સ્વજનો પિતાના સ્વાર્થમાં જ આસક્ત છે અને રાજ્યલક્ષ્મી જવાવાળી વસ્તુઓની પંક્તિમાં અગ્રેસર છે, તેથી બુદ્ધિમાન પુરૂષ આવા ધનાદિક વડે કેમ મોહ પામતા હશે ? આ કારણથી બુદ્ધિમાન પુરૂષે તેવા ધનાદિકને વિષે મેહનો ત્યાગ કરી સાંસારિક સુખને દુ:ખ રૂપે જ જાણી તથા મોક્ષ સંબંધી સુખને ગ્રહણ કરવા ગ્ય જાણું તે મેક્ષને સાધનારા ધર્મને વિષે સમ્યક્ પ્રકારે યત્ન કરે ઘટે છે. એ મોક્ષને સાધનાર ધર્મ બે પ્રકારનો છે–સાધુધર્મ અને શ્રાવકધર્મ, તેમાં પહેલો સાધુધ ઉત્કર્ષથી તે જ ભવમાં પણ મેક્ષ આપે છે અને બીજે શ્રાવકધર્મ મોટી સમૃદ્ધિવાળા બારમા દેવકને આપે છે, તથા કેટલાક ભવડે મોક્ષ પણ આપે છે. અને જઘન્યથી બન્ને ધર્મવાળા પહેલા દેવલોકને પામે છે. હવે પહેલો સાધુધર્મ મેરૂ પર્વતને તોળવા જે દુષ્કર છે, એ વિગેરે દ્રષ્ટાંતવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust