________________ (504) જયાનંદ કેવળી ચરિત્ર. અલ્પ સત્ત્વવાળા પ્રાણીઓને ધારણ કરી ન શકાય એવું લાગે છે, તેપણ તે તકાળ મેક્ષના સુખને આપનાર હોવાથી સત્ત્વવાળા પ્રાણીઓએ તેને જ ધારણ કરવો એગ્ય છે. કેમકે બીજા વૃતકારથી પોતે જીતાય તે નથી, એમ જે ઘતકાર જાણતો હોય, તે મોટા દાવને જ ધારણ કરે છે. –મેટો દાવ જ મૂકે છે. આ બાબત અંગડાંગના વૈતાલીય નામના અધ્યયનમાં કહ્યું છે કે –“જેમ પરાજય ન પામે એ જુગારી કુશળ એવા પાસાવડે રમે છે ત્યારે તે ચાર ગુણે દાવ મૂકે છે, પણ એક ગુણે, બે ગુણે કે ત્રણ ગુણે દાવ મૂકતા નથી. તે જ પ્રમાણે લેકને વિષે ભગવંતે જે ધર્મ સર્વોત્તમ કહ્યો છે તે ધર્મ જ ઉત્તમ હિતકારક છે, એમ જાણુને બીજા સર્વના ત્યાગ કરી પંડિત જને ચારગુણ દાવની જેમ તેને જ ગ્રહણ કરવા ચોગ્ય છે.” જે મનુષ્ય સાધુધર્મ પાળવામાં અશક્ત જ હોય તેણે બીજે શ્રાવકધર્મ અંગીકાર કરવો એગ્ય છે. તે ધર્મ સુખે કરીને સાધી શકાય તે છે એમ પંડિતો કહે છે. તે ધર્મમાં સમકિત, અરિહંતની પૂજા, ગુરૂપૂજા, સંઘપૂજા, તપ, અણુ વ્રત, છ આવશ્યક અને બાર ભાવનાઓનો સમાવેશ થાય છે. હે ડાહ્યા પુરૂષ! આ બેમાંથી કોઈ પણ એક ધર્મને વિષે તમારી શક્તિ પ્રમાણે યત્ન કરે. કેમકે તે ધર્મ જ શીધ્રપણે ભવરૂપી શત્રુના મર્મસ્થાનને વીંધનાર છે. અનંતા ભવમાં ભમી ભમીને દુઃખે કરીને પામી શકાય એવી મનુષ્યભવાદિક સામગ્રીને કોઈપણ પ્રકારે પામીને કે બુદ્ધિમાન પુરૂષ આ ધર્મ ગ્રહણ કરવામાં ને પાળવામાં આળસ કરે ? શું મરણને જીત્યું છે? શું મનની પીડાના સમૂહ નષ્ટ થયા છે ? શું વ્યાધિઓ પણ ફરીથી નહીં આવે એવી રીતે નિવૃત્તિ પામી છે? કે શું દુર્ગતિમાં ભગવેલાં દુખે ફરીને પ્રાપ્ત નથી થવાનાં ? કે જેથી વિષયાદિકમાં આસક્ત થયેલા પ્રાણી ધર્મમાં આળસુ થાય છે ?" આ પ્રમાણે વિસ્તારથી શ્રીગુરૂના મુખથી ધર્મદેશના સાંભળીને પ્રતિબંધ પામેલા ઘણું ભવ્ય પ્રાણીઓએ વિવિધ પ્રકારના ધર્મ અંગીકાર કર્યો. પછી ગુરૂને નમસ્કાર કરી શ્રીજયાનંદ રાજાએ કહ્યું કે–“હે પૂજ્ય ! હું હમણું અતિ દુર યતિધર્મ અંગીકાર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust