________________ ચૌદમે સગ. (પ૦૧), જે ધર્મ ત્રણે જગતના આધારભૂત છે, જે સૂર્ય ચંદ્ર સમુદ્ર અને મેઘ વિગેરેને નિયમમાં રાખે છે અને જે પિતાના આ રાધકને મનુષ્ય દેવ અને મુક્તિની સંપત્તિ આપે છે, તે શ્રી જૈન ધર્મને જ હે ભવ્યજનો ! તમે ભજે. ભવ્યજનોની સમગ્ર પ્રવૃત્તિઓ ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ એવા બે પ્રકારની સુખલમી મેળવવાની ઈચ્છાથી જ હોઈ શકે છે. તેમાં જે પહેલું ઉત્કૃષ્ટ સુખ છે, તે મુક્તિ સંબંધી છે. તે સુખ અનંત, અમિશ્રિત, સ્થિર, ઉપાધિ રહિત અને કહી ન શકાય એવું છે (અથવા ઉપચાર રહિત છે). બીજું અનુત્કૃષ્ટ સુખ, તે વિપરીત આચરણને લીધે પાંચ ઇંદ્રિના વિષયાદિકના સંબંધવાળું અને ભવને આશ્રીને રહેલું છે. જિનેંદ્રના શા- . સનને જાણનારા ડાહ્યા પુરૂષે મેક્ષસુખનીજ હાવાળા હોય છે, અને સંસારસુખનો ત્યાગ કરનારા હોય છે. કારણ કે તે સાંસારિક સુખ વાસ્તવિક રીતે દુઃખરૂપ જ છે. તેનું કારણ એ છે કે વૈષયિક સુખ ભેગવવાથી મૂઢ પ્રાણ ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતે અનેક પ્રકારના દુઃખોને જ સહન કરે છે–ભેગવે છે. તેથી વિષય સુખ તત્વથી તો દુ:ખરૂપજ છે. તે દુઃખે આ પ્રમાણે-નરકમાં એટલે બધે દુર્ગધ છે કે જેના એક લેશમાત્રથી પણ અહીં પ્રાણી મરણ પામી. જાય, તે નરકમાં જીવોનું આયુષ્ય ઘણુ સાગરેપમ પ્રમાણ હોય છે અને તે કોઈ પણ રીતે ઉપકમ (આઘાત) ન થઈ શકે તેવું હોય છે. તે નરકમાં કરવતથી પણ અત્યંત તીણ-દારૂણ સ્પર્શ હોય છે, ત્યાં શીત અને ઉષ્ણથી ઉત્પન્ન થયેલું અનંતગણું દુઃખ છે, તથા ત્યાં પરમાધાર્મિક દેવોએ કરેલી વિવિધ પ્રકારની તીવ્ર વ્યથાઓ એટલી બધી છે કે ત્યાં રહેલા છે નિરંતર આનંદના શબ્દ કરતા ચોતરફ નાસે છે. આવા પ્રકારનાં નરકનાં દુઃખો કષાયવાળા કુબુદ્ધિ જીવને પ્રાપ્ત થાય છે, તે પણ તેવા જી અહીં સંસારથી જરાપણ ભય પામતા નથી, અને ક્ષણિક વિષયસુખ પ્રાપ્ત થવાથી આનંદ પામે છે. તિર્યંચ ગતિમાં નિરંતર બંધન, વહન, તાડન, ક્ષુધા, તૃષા, અત્યંત આતપ, શીત અને વાયુ સંબંધી દુઃખ હોય છે, તથા 1 ભાર ઉપાડ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust