________________ વતુર્દશઃ સ 14. આ સુવર્ણ સરખી કાયાવાળા શ્રીમાન શાંતિનાથ પ્રભુ મને વાંછિત અર્થને આપનારી કલ્યાણની શ્રેણિ આપે. તે ભગવાન ચિત્તરૂપી આવાસમાં રહેવાથી તત્કાળ સમગ્ર આપત્તિરૂપી સર્પિણીઓ દૂર નાશી જાય છે. એકદા ખેચરચક્રી વિગેરે સહિત શ્રી જયાનંદ રાજા સભામાં બેઠા હતા. તે વખતે ઉદ્યાન પાળે આવી આનંદપૂર્વક વિજ્ઞાપ્તિ કરી કે- “હે સ્વામી! આ ખેચરચક્રીના પિતા ચક્રબળ નામના જ્ઞાની ગુરૂ ઘણું પરિવાર સહિત ઉદ્યાનમાં સમવસર્યા છે. તે સાંભળી રાજાનું શરીર અદ્વિતીય હર્ષથી વિકસ્વર થયું અને તેણે જિનશાસનની ઉન્નતિના કારણરૂપ મહાદાન તે ઉદ્યાનપાલકને આપ્યું. ખેચરચકી પણ પહેલેથી જ પરાભવાદિકવડે વૈરાગ્ય પામ્યા હતો, તેણે ગુરૂનું આગમન સાંભળી ઘેબરમાં સાકર ભળી એમ માન્યું. પછી મહા કાંતિવાળા રાજા અને ખેચરચક્રી એ બન્ને હસ્તીપર આરૂઢ થયા, અને અંત:પુર પરિવાર સહિત, કરડે વિદ્યાધરવડે પરિવરેલા, આઘેષણથી એકઠા થયેલા રિજનવડે આકાશ અને પૃથ્વીને વ્યાસ કરતા તથા વાજિંત્રોના નાદવડે દિશાઓને ગજાવતા તે બન્ને સૂરિને વંદન કરવા ગયા. ગુરૂને દષ્ટિએ જોયા કે તરત જ હાથી પરથી નીચે ઉતરી પાંચ પ્રકારના અભિગમને સાચવી તે બન્નેએ હર્ષથી ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક ગુરૂને વંદના કરી. પછી ગુરૂની ધર્મલાભરૂપ આશીષવડે હર્ષ પામી ધર્મને વિષે શ્રદ્ધાવાળા તે ખેચરેંદ્ર અને નરેંદ્ર બન્ને ઉચિતપણે ગુરૂની સન્મુખ બેઠા. તેમજ બીજા સર્વે વિદ્યારે પણ એજ રીતે ખેદને નાશ કરનાર ગુરૂને વંદના કરી તેમની આપેલી ધર્મલાભની આશીષવડે આનંદ પામી યોગ્ય સ્થાને બેઠા. ત્યારપછી સમગ્ર સભા ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાવાળા ગુરૂએ મોક્ષસુખના હેતુભૂત અને સંસારરૂપી પર્વતને ભેદવામાં વા સમાન આ પ્રમાણે ધર્મોપદેશ કર્યો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust