________________ (498) જયાનંદ કેવળી ચરિત્ર. સહિત તે રાજેદ્રને જોવા માટે આવી ભેટ મૂકવા પૂર્વક નમસ્કાર કર્યો. પછી ગ્યતા પ્રમાણે વાતચિતના આલાપવડે પ્રજાજનોને પ્રસન્ન કરી તેમને રજા આપી તે રાજેદ્દે ખેચરચક્રીની સાથે સ્નાનાદિક સર્વ ક્રિયાઓ કરી. * ત્યારપછી અત્યંત પ્રાર્થના પૂર્વક ખેચરચક્રીએ આપેલી તે ચક્રસુંદરી કન્યાનો શ્રી જયાનંદ રાજાએ હર્ષથી સ્વીકાર કર્યો. તે સમયે હર્ષથી વ્યાપ્ત થયેલા ભેગરતિ વગેરે વિદ્યાધરરાજાઓએ પોતાની બત્રીશ કન્યાઓને પણ ત્યાં લાવી તે રાજાને ભેટ કરી અને પ્રથમની કરેલી પ્રસન્નતા સંભારી આપી. પછી તેઓએ તે રાજા સાથે તે કન્યાઓનું પણ પાણિગ્રહણ કબુલ કરાવ્યું. બીજા પણ ખેચર રાજાઓએ તે કુમારરાજને પ્રાર્થના કરવા પૂર્વક ગુણેવડે સર્વોત્તમ એવી પોતપોતાની અનેક કન્યાઓ આપી. “નદીએને સમુદ્ર જેવો પતિ કયાં મળે?” આ રીતે શ્રી જયાનંદ રાજાને અપ્સરાઓ જેવી એક હજાર ને આઠ પ્રિયાઓ થઈ. “ઘણી લતાઓ ભેળી થયા છતાં પણ પર્વતને તેને કાંઈ ભાર લાગતી નથી.” તે કન્યાઓના પિતાએ ખેચરચકી વિગેરે મોટા મોટા સર્વ રાજાએ પરિવાર સહિત અત્યંત હર્ષ પામ્યા, અને જ્યોતિષ શાસ્ત્રના રહસ્યને જાણનાર શ્રેષ્ઠ જ્ઞાની જ્યોતિષીઓને બોલાવી તેમને વિવાહ કરવાનું કાર્ય જણાવી હાથમાં ફળે રાખી મુહૂર્ત પૂછયું. ત્યારે મોટા આશયવાળા અને પ્રશ્નને અનુસારે વિચાર કરનારા તે જેશીઓએ વારંવાર સુંદર મુહૂર્ત સંબંધી વિચાર કર્યો. તેમાં દોષ રહિત, કન્યા અને વરના ચંદ્ર સૂયોદિકના બળવડે બલિષ્ટ, સમગ્ર શુકલપક્ષમાં રહેલા દિવસો જોઈ ડહાપણથી સર્વ ગ્રહના બળવાળું નિર્મળ લગ્ન જોઈ નિષ્કલંક બુદ્ધિવાળા તે વૃદ્ધ જેશીઓએ તેમની પ્રીતિને માટે તેમને કહ્યું કે -" વિદ્યાધર રાજાઓ ! તમે ત્વરા કરે, ત્વરા કરે, હમણાં જ નજીકમાં રહેલું આ એકજ મુહૂર્ત સર્વ કલ્યાણને કરનારૂં અને ઉત્કૃષ્ટ છે. તે મુહૂર્તન જ આદર કરે, સર્વ સામગ્રી તૈયાર કરે, અને તે લગ્નમાં જ સર્વ કન્યાઓને વિવાહ કરે. તેમ કરવાથી તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust