________________ (494) જયાનંદ કેવળી ચરિત્ર. તેપણ તે સર્વ તેજસ્વી પદાર્થોમાં અગ્રેસર જ છે. શંકરનું લિગ એકવાર છેદયું તોપણ તે લોકોની સેવા કરવાને યોગ્ય જ રહેલ છે. ઈદ્ર હજાર છિદ્રવાળે થયે તોપણ તેજ સુરેશ્વર છે. ઋષિએ વિષ્ણુને રથમાં જે થ્યા તેપણ તે દૈત્યોને હણે જ છે. મહાદેવે એકવાર બ્રહ્માનું મસ્તક છેવું તે પણ તે બ્રહ્મા સૃષ્ટિને સરજે જ છે. મહાદેવે કામદેવનું શરીર બાળી નાંખ્યું તે પણ શું તે કામદેવ જગતને જીતતે નથી? ભરત રાજાને તેના ભાઈ બાહુબળીએ પરાભવ કર્યો પણ શું ભરત ચક્રવતી પણું ન ભોગવ્યું ? તે જ પ્રમાણે આ કાકતાલીય ન્યાયથી થયેલા પરાભવ સંબંધી ખેદને તમે ત્યાગ કરે, સૈન્ય સહિત તમે તમારા નગરમાં જાઓ અને તમારી રાજ્યલક્ષમી તમેજ ભેગ. વળી કોઈ પૂર્વકૃત કમને યોગે આ આપણે રણસંગ્રામ થયે છે; પરંતુ મારું મન તમને જોયા પછી મિત્રની જેમજ તમારે વિષે નેહવાળું થયું છે. તેથી હું માનું છું કે તમે પૂર્વ ભવના મારા કઈ અત્યંત મિત્ર છે; માટે મેં તમને યુદ્ધ: દિકમાં જે ખેદ પમાડ્યો છે, તે મારા અપરાધને તમે ક્ષમા કરો.” . આ પ્રમાણે અયસ્કાંત મણિ જેવા આકર્ષક રાજાનાં વચનવડે હર્ષ પામેલા ખેચરચક્રીનું પરાભવથી થયેલા ખેદરૂપ શલ્ય નષ્ટ થયું અને તે બોલ્યો કે-“હે કુમારરાજ ! હું માનું છું કે વિધાતાએ જે આ સૃષ્ટિ રચી, તે સર્વમાં સર્વગુણ યુક્ત તો તમારી એકજ મૃત્તિ રચી છે. તમારૂં શૂરપણું, સુજનતા, નીતિ, ધર્મ, વિવેક, દયા અને પરોપકાર એ સર્વ ગુણની સ્તુતિ કરવા ઈદ્ર પણ શકિતમાન નથી. મેં ક્રોધ, અજ્ઞાન અને અભિમાન વગેરેના વશથી પંડિત મંત્રીઓ અને પવનવેગાદિકના વચનરૂપી અંકુશની અવગણના કરી, તેથી મદોન્મત્ત હાથીની જેમ વિવેકરહિતપણાનડે અંધ થયેલા મેં સર્વ શુદ્ધ ગુણોવાળા હોવાથી માનવા લાયક છતાં પણ તમારી અવજ્ઞા કરી છે. તે સર્વ મારા અપરાધને તમે ક્ષમા કરો. તમારે લેશ પણ અપરાધ નથી. પતંગ પોતે જ દીવામાં ઝંપલાઈને બળી જાય તેમાં દીવાને દોષ નથી. તમે મને શક્તિ છતાં પણ યુદ્ધમાં * 1 લેહચુંબક. . . . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust