________________ (૪૯ર) જયાનંદ કેવળી, ચરિત્ર. પછી તેઓએ હર્ષ પામી ચક્રી સહિત રાજાને નમસ્કાર કર્યા. તેમને તથા પ્રકારે સજજ થયેલા જોઇ ચક્રી પણ સિન્ય સહિત હર્ષ પામ્યું. * પછી શ્રી જયાનંદ રાજાએ ચકસુંદરીને બેલાવી બહુમાનપૂર્વક ખેચર ચક્રીને સેંપી, અને કહ્યું કે –“આ તમારી પુત્રીને તમે ગ્રહણું કરે. ઇચ્છા પ્રમાણે ગમે તે વરને આપો. મારે તેણનું કાંઈપણ પ્રયોજન નથી. મેં તો માત્ર કૌતુકથી જ તેને ગ્રહણ કરી હતી. ત્યારપછી ચક્રસુંદરી પિતાના પગમાં પડી રેતી રેતી બોલી કે–“હે પિતા! મેં સ્વેચ્છાએ આ વરને વરીને તમને મહા સંકટમાં નાંખ્યા છે. આવા ભયંકર યુદ્ધાદિકનું કારણ પણ હું જ બની છું. એવી આ તમારી પાપિણ કુપુત્રીના સર્વ અપરાધની તમે ક્ષમા કરે.” તે સાંભળી ચક્રી પિતા બોલ્યો કે–“હે પુત્રી ! તારે લેશ પણ અપરાધ નથી. જેમ ગાય પડવાના ચંદ્રને જેઈ શકે છે તેમ તેં એને ઓળખ્યા છે, તે સર્વોત્તમ ગુણવાળા છે, તેને તેં આશ્રય કર્યો તે યોગ્ય જ કર્યું છે. કેમકે રાજાઓની નિપુણ પુત્રીઓ પિતાની મેળે જ ઈચ્છાવરને વરે છે. જેમ ગોપાલક ચિંતામણિને ન ઓળખે, તેમ જગતમાં પ્રસિદ્ધ ચારિત્રવાળા આ રાજાને મેં ઓળખ્યા નહીં, તેથી મેં અનેક પ્રકારે તેમની અવજ્ઞા કરી છે, માટે મારા જ ગર્વના દેષવડે હું આવા પ્રકારની વિપત્તિને * પામ્યો છું. મોટા પુરૂષની અવજ્ઞા અને ગર્વ ભવિષ્યકાળમાં સુખ આપનાર થતા જ નથી. તારી જ પ્રાર્થનાથી આ રાજાએ મને યુદ્ધમાં હર્યો નથી, અને બંધનથી પણ મુક્ત કર્યો છે. તો હે પુત્રી ! તેં તારા પિતાનું રક્ષણ કર્યું છે, માટે તું હર્ષ પામ. વળી નિપુણતાવાળી તું આ વરને વરી તે સારું કર્યું છે, માટે હું પણ તે વાતને પ્રમાણ કરું છું.” આ પ્રમાણે વાણુરૂપી અમૃતના સિંચનથી પુત્રીને ખેદ અને તાપ દૂર કરી તેને હર્ષ પમાડી પિતાએ દાસીઓ સહિત તેને રાજમહેલમાં મોકલી. હવે પરાભવ પામવાથી સંતાપવડે શ્યામ અને નમ્ર મુખવાળા ખેચરચક્રીને શ્રી જયાનંદ રાજાએ કહ્યું કે–“હે ઉત્તમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust