________________ જયાનંદ કેવળ ચરિત્ર. ઓએ મોટાં મોટાં વરદાન આપ્યાં છે, તેણે વજમુખાદિક દેવને પણ પરાજય કર્યો છે, અને તેનું પરાક્રમ ઇંદ્ર જેવું છે. તમે મંત્રીએથી જાણેલા કારણથી જ તેણે વિદ્યાવડે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. આવા શ્રી જયાનંદ રાજાએ તમને બાંધ્યા છે, તેમાં તમારે હે રાજન! હર્ષ પામવાનો છે; કારણ કે ઈંદ્રાદિકથી પણ બળાદિકવડે અધિક અધિક હોય જ છે.”. આ પ્રમાણે તેની વાણીરૂપી અમૃતવડે સીંચાયેલ તે ખેચરાધિપતિ પરાભવરૂપી અગ્નિના તાપથી પીડા પામ્યું હતું તે પણ કાંઈક શીતળતાને પામ્યા. ફરીથી પવનવેગ બે કે–હે રાજા! આ બાબતમાં ખરેખરી રીતે કર્મનો જ દોષ છે, કેમકે તમારા હૃદયમાં પણ ગર્વરૂપી અગ્નિ હોવાથી વિવેકરૂપી વૃક્ષને તે બાળી નાંખે છે. આ શ્રી જયાનંદ રાજાનું ચરિત્ર જગતમાં પ્રસિદ્ધ છે, તમારા મંત્રીઓએ તમને તે બાબત જણાવી પણ હતી, દેવીઓ અને વિદ્યાધરીઓ પણ તેનાં ગીત ગાયા કરે છે, તેણે સ્ત્રીરૂપ ધારણ કરીને પણ લીલામાત્રથી જ તમારા સૈન્યને ભંગ કર્યો હતો. આટલું બધું જાણતા છતાં પણ તમે ગર્વથી તેની અવજ્ઞા કરી, તેથી જ તમે આ દશાને પામ્યા છે. મેં પણ પહેલેથી જ સ્વામીભક્તિને લીધે પ્રેમી સેવકની રીત પ્રમાણે પ્રધાનની સાથે ઉપદેશ આપનાર પંડિતને પણ મોકલ્યો હતો. તે વખતે તેના. ઉપદેશરૂપી અમૃતવડે પણ અગ્ય વચનને બેલતા એવા તમારે ગર્વરૂપી અગ્નિ બુઝાયો નહોતો. કેઈ સામાન્ય મનુષ્ય પણ કોઈના નામના ચિન્હવાળું દાસપણું સહન કરે નહીં અને પોતાની પત્નીનું પણ એવું અપમાન સહન કરે નહીં, તે આ વીરપુરૂષ શી રીતે સહન કરે? તમે અતિ ગર્વથી શબ્દવડે આ વીરને પરાભવ કર્યો હિતે, તેથી જ એક સ્ત્રીએ તમારે પરાભવ કર્યો એ તમને અપયશ આપવા માટે તેણે પણ તમારે વિષે આપી ચેષ્ટા કરી છે. ક્રોધ, ઈષ્ય અને ગર્વ વિગેરે દોષે જે પ્રાણીઓના શત્રુ છે, માટે તે દોષને દૂર કરી તે રાજાની આજ્ઞા સ્વીકારે છે જેથી તે પણ તમને મુક્ત કરે.”: આ પ્રમાણે પવનવેગનું વચન સાંભળી ખેચરચકીએ બંધના દુઃખથી ખેદ પામેલ હોવાથી અને બીજી ગતિ નહીં હોવાથી તે રાજાની આજ્ઞા અંગીકાર કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust