________________ તેરમે સર્ગ. . . (489) અતિ મહિમા જીવિતપર્યત રહેશે. જે કદાચ તે ચીજે ઘડાવી ન હોય તો ઘડાવી મંગાવ. પાંજરામાં રહ્યા છતાં પણ તું સમર્થ જ છે, અને મારે કાંઈ ઉતાવળ નથી. હે નરેશ! તારે બંધ કરવું તે કરતાં વધ કરવો સહેલે હતો, પણ તને મેં માર્યો નથી, તેનું કારણ એ કે તારી પુત્રીની તને જીવતો રાખવાની પ્રાર્થના હતી, અને હું શક્તિમાન હતો પણ મારા હૃદયમાં દયા હતી તેથી જ તને માર્યો નથી.” આ પ્રમાણેની રાજાની વાણીવડે તે ખેચરચક્રી મર્મસ્થાનમાં વીંધાયે, અને યુદ્ધમાં થયેલા વાદિકના પ્રહારથી પણ અત્યંત વધારે દુઃખ પામી જેવા લાગ્યો. તેને તે જોઈ મનમાં દયા ઉત્પન્ન થવાથી પવનવેગ બોલ્યો કે –“હે બેચરેંદ્ર ! રૂદન ન કરે, તમે અમારા ચિરકાળના સ્વામી છે; તેથી પ્રણામ કરીને પણ આ કૃપાળુ રાજા પાસેથી હું શીધ્રપણે તમને મૂકાવીશ.”તે સાંભળી ખેચરરાજાએ તેને કહ્યું કે–“હે પવનવેગ ! મારે મુક્ત થવાનું કાંઈ પ્રયોજન નથી, આ આખા જગતને છતી ચિરકાળ સુધી વિદ્યાધરોનું ચકવતીપણું ભેગવી આજે મનુષ્ય અને દેવોની સમક્ષ હું બંધ તથા પરાભવને પામ્યો. વીર પુરૂષનું યુદ્ધમાં મરણ થાય તે વખાણવા લાયક છે, કેમકે તેવું મૃત્યુ યશ અને સ્વર્ગને આપનાર છે. પરંતુ દુર્જને જેને ધિક્કારે છે એવી બંધનની વિડંબના થાય તે વખાણવા લાયક નથી. હજી પણ તું મારાપર સ્વામીભક્તિ રાખતા હોય તે હમણું જ મને ખ આપ, કે જેથી તેવટે મારું મસ્તક છેદી મારા બંધનો મોક્ષ કરૂં.” આ પ્રમાણે તે ખેચરચક્રીની મરવાની ઈચ્છાને નિશ્ચય જાણું વજવેગ બે કે-“હે નાથ ! તમે શાસ્ત્રજ્ઞ છતાં તમારી આવી મહદશા કેમ થઈ? તમને કોઈ સ્ત્રીએ બાંધ્યા નથી. શું સ્ત્રી જાતિને વિષે આવા ઉત્કૃષ્ટ વિદ્યા અને શિર્યાદિક ગુણે સંભવે? હે ઈશ! આટલું પણ તમે સમજતા નથી? માટે આ તે શ્રી જયાનંદ રાજા જ છે. તે ત્રણ ભુવનના વીરોને જીતનાર છે, તેણે યોગિનીઓના માનનું મર્દન કર્યું છે, તે સર્વ વિદ્યાઓને નિધિ છે, તેને દેવ અને દેવી 62 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust