________________ તેરમો સર્ગ. ' (480) અવસ્થાના ભયથી નાશી ગયા. પછી આકર્ષિણી વિદ્યાવડે તે ખેચરચકીને ખેંચી રાજાએ આનંદ પામેલા પવનવેગને સેં. ઈતિ શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રમાં શ્રી જયાનંદ રાજા અને ખેચરચક્રીના યુદ્ધના અધિકારને વિષે સાતમા દિવસનું ચુદ્ધ સમાપ્ત. આ પ્રમાણે શ્રી જયાનંદ કુમારરાજને જય થતાં આકાશમાં રહેલા દેવોએ તેના પર પુષ્પવૃષ્ટિ કરી, આકાશમાં દુંદુભિ વાગવા લાગ્યા, દેવેએ હર્ષથી નૃત્ય કરવા લાગ્યા, ચોતરફ જયના મોટા વાજિ વાગવા લાગ્યા. દિશાએ નાદ કરવા લાગી, અને હર્ષ પામેલા સુભટો ચોતરફ જયજયાર કરવા લાગ્યા. તે વખતે સ્વામી રહિત થયેલું ચકાયુધ રાજાનું સૈન્ય રક્ષણ રહિત થયું અને વિષાદ તથા ભયથી વિહળ થઈ ગયું. તે સૈન્યમાં મહારથી અને અતિરથી વિગેરે કરેડ દ્ધાઓ હતા, પરંતુ તે સર્વે સ્વામી રહિત થવાથી ખેદ અને ભય વડે વ્યાપ્ત થઈ ગયા. “ગ્રહોને અધિપતિ ચંદ્ર જ્યારે સિંહિકાપુત્ર રાહુવડે ગ્રસ્ત થાય છે અથવા અસ્ત પામે છે, ત્યારે તેને (રાહનો) ગ્રાસ કરવા અથવા પ્રકાશ કરવા શું ગ્રહાદિક સમર્થ થઈ શકે છે?” ત્યારપછી શ્રી જયાનંદ રાજેદ્રની આજ્ઞાથી પવનવેગ રાજા નાશી જતી ખેચર રાજાની સેનાને આ પ્રમાણે આશ્વાસન આપવા લાગ્યો કે–“હે સૈનિકે ! અમે સ્વામી રહિત થયા એમ ધારી તમે ભય ન પામો અને નાશી ન જાઓ. અમારે અને તમારે સર્વને સ્વામી એક શ્રી જયાનંદ રાજાજ છે, માટે તેને સ્વામીપણે અંગીકાર કરે અને તેના રાજ્યમાં રહી ઈચ્છિત સુખ ભોગવે. નમસ્કાર કરનાર ઉપર વાત્સલ્ય દેખાડનાર આ શ્રી જયાનંદ કુમારરાજ તમારા નાથને પણ મુક્ત કરશે.” આ પ્રમાણે રાજાને સ્વામીપણે અંગીકાર કરી નિર્ભયપણે તે સૈન્ય સુખથી રહ્યું. પછી પવનવેગના કહેવાથી શ્રી જયાનંદ રાજાએ ખેચરચકીને ઔષધિના જળવડે સજજ કરી તથા નાગપાશેને દૂર કરી વજના પાંજરામાં નાંખ્યો. એજ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust