________________ તેરમો સર્ગ. (485) પછી વિદ્યાધરના ઈંદ્ર તેના સૈન્ય ઉપર મોહન નામનું અસ્ત્ર મૂકયું; તેથી મોહ પામેલા પિતાના વીરે પોતાનાજ વિરો સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને શસ્ત્રને ગ્રહણ કરવું તથા મૂકવું એ વિગેરે કાર્યના વિભાગને જાણવામાં પણ અસમર્થ થયા. તે જોઈ રાજાએ વાલામાલિની નામની વિદ્યાએ કરીને તેનું મહનાસ્ત્ર નિષ્ફળ કર્યું. એ પ્રમાણે તે ખેચશ્વરે બીજાં પણ ઘણાં વિદ્યાસ્ત્રો મૂકયાં; પણ માત્ર એક સાહસ મૂક્યું નહીં. આજ ધીર પુરૂષનું જીવિત છે. પર્વતના મસ્તપર વાવેલા બીજની જેમ ભાગ્યના નિધાન રૂ૫ રાજાની ઉપર ચકીએ મૂકેલાં તે વિદ્યાઅસ્ત્રો ફળને ગ્રહણ કરનાર ન થયાં. જયાનંદ રાજા ઉત્તમ એવા પિતાની ભુજાના શૌર્યને તથા વિદ્યા, અંગદ અને ઔષધિના બળને ધારણ કરતા હતા, તેથી તે શી રીતે જીતી શકાય? આ પ્રમાણે વિદ્યાઅોવડે પણ રાજાને અજેય માની ખેચરરાજ ખેદ પામી વિચારવા લાગ્યું કે -" આ શત્રુને શી રીતે જીતવો? આનું રૂપ તો સ્ત્રીનું દેખાય છે, પણ એનું શોર્ય તે ઇંદ્રાદિકને પણ જીતનારૂં જણાય છે. તે આ કઈ વિશ્વને વિષે ગુમ રહેલો અજેય પુરૂષ છે, તેથી તેને જીતનાર પણ જગતમાં કોઈ જણાતો નથી. ત્યારે શું આ વૈતાઢ્યનું રાજ્ય મેં તેને માટે જ ઉપાર્જન કર્યું હશે ? “કીડીઓએ એકઠું કરેલું ધાન્ય શું તેતર નથી ખાતા? " અથવા આવી દુષ્ટ ક૯૫ના કરનાર મને નિઃસત્ત્વને ધિકાર છે ! કેમકે મારી પાસે એક દેવનું આપેલ મુગર છે, તે બીજા શસ્ત્રોથી છતાય તેમ નથી. તેથી બીજાં બીજાં યુદ્ધોવડે તે શત્રુને ચિરકાળ સુધી શ્રમિત કરીને પછી શીધ્રપણે તે મુદ્દગરવડે તેને હણું નાંખું, કેમકે વિદ્યાઅસ્ત્રવડે શું સિદ્ધ થતું નથી ?" આ પ્રમાણે વિચારી તે ચક્રી રથ પર આરૂઢ થયે, અને નિર્દોષવડે આકાશને ગજાવે તેવા ધનુષ્યને ટંકારવ કરી રાજાપર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો. રાજાએ પણ વજીને ભેદી નાંખે એવા બાણ વડે તે ચકીને ઉપદ્રવિત કર્યો, અને તેની સેનાને પણ જર્જરિત કરી નાખી. આ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કરી ચક્રોને બાવડે અત્યંત શ્રમિત કર્યો, તેનું સર્વ અંગ ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust