________________ (484) જયાનંદ કેવળી ચરિત્ર. રાજા સાથે કેટલોક કાળ શરાશરી યુદ્ધ કરી તેના ઉપર ધારાધર નામનું આયુધ મૂક્યું. એટલે તે આયુધ ધારાની વૃષ્ટિવડે હાથી, અશ્વ અને પત્તિ વિગેરેની સેનાને અત્યંત ઉપદ્રવિત કરવા લાગ્યું, તે જોઈ રાજાએ તત્કાળ વાયવ્ય નામના શસ્ત્રવડે તે આયુધને હરી લીધું. ત્યારપછી ચક્રીએ ગિરિના શિખરોને પાડી નાંખે તેવું વાયવ્ય નામનું શસ્ત્ર મૂકયું, તેનાવડે તત્કાળ શત્રુનું સૈન્ય પડી જવા લાગ્યું. તે જોઈ રાજાએ લાખો સર્પો વિકવ્ય, તેઓ તત્કાળ વાયુને પી ગયા. ત્યારે ચક્રીએ નાગાસ્ત્ર મૂક્યું. તેમાંથી કોડે સપો થયા. તે જોઈ પોતાની સેનાને ઉપદ્રવ કરતા તે સર્પોને રાજાએ સુપર્ણ (ગરૂડ) નામના શસ્ત્રવડે નસાડી દીધા. પછી ચકીએ વૃશ્ચિક નામનું શસ્ત્ર મૂકયું. તેથી ઉત્પન્ન થયેલા વૃશ્ચિકોએ પોતાની સેનાને લાખો દંશ કર્યો, તે જોઈ રાજાએ મયુર શસ્ત્રથી ઉત્પન્ન થયેલા મયૂરવડે તેમને તત્કાળ નાશ પમાડ્યા. ત્યારે રાજાની વિદ્યાશક્તિથી આશ્ચર્ય પામેલા વિદ્યાધરચક્રીએ મોટા કોલવડે પ્રસ્થાપન નામનું આયુધ મુકયું, પરંતુ અંગત વિગેરે યંત્રોના પ્રભાવથી રાજાની ઉપર અસર કરવાને તે સમર્થ થયું નહીં, પરંતુ તેણે રાજાના સૈન્યને નિદ્રાયુક્ત કરી દીધું, એટલે શત્રુઓ તેને હણવા લાગ્યા. તે જોઈ રાજાએ પ્રબંધન નામના શસ્ત્રવડે પોતાના સૈન્યને જાગૃત કર્યું અને પછી વિશેષ ક્રોધથી ચકીની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. પછી ચકીએ ત્રડત્રડ કરતું આગ્નેય શસ્ત્ર મૂકયું. તે અસ્ત્ર સિન્યને બાળવા લાગ્યું; તેથી રાજાએ વારિદ અસ્ત્રવડે તેને ઓલવી નાંખ્યું. પછી ચકી કુંફાડા મારતા નાગપાલવડે કુમારરાજરૂ૫ શત્રુને બાંધવા તૈયાર થયે; ત્યારે રાજાએ તે નાગપાશને કમળના નાળની જેમ તત્કાળ તેડી નાખ્યું. જેમાં નાગપાશેવડે બંધાયા હોય તેઓ એમના એમ બંધાયેલાજ રહે, તે તે બીજાજ હોય, આ રાજા જેવા ન હોય, એમ તે ચક્રીએ જાયું નહીં. જેમ જાળમાં મસ્તે બંધાય છે, તેમ કાંઈ હાથી બંધાતા નથી. પછી ચક્રીએ ગારૂડ અસ્ત્ર મૂછ્યું; કેમકે ગરૂડ શત્રુને ખાઈ જાય છે. તેને રાજાએ તત્કાળ શેવિંદ અસ્ત્રવડે નાશ પમાડ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust