________________ જયાનંદમન ચરિત્ર વાળું કર્યું, અને તેમાંથી વધારે વધારે રૂધિર નીકળવા લાગ્યું તેથી ચકી અત્યંત ક્રોધયુકત થઈ તત્કાળ મુગર ઉપાડીને દેડ્યો અને લાગ જોઈ રાજાના મસ્તક પર તે મુગરને પ્રહાર કર્યો. તેના પ્રહારથી વ્યથા પામેલા રાજાએ ક્ષણવાર નેત્ર બંધ કર્યો, તેને કાંઈ પણ ખબર રહી નહીં, તે જોઈ સર્વ સૈન્ય હાહાર કરવા લાગ્યું. તે રાજાને હણાયેલે માની જેટલામાં ચક્રી આનંદ પામે, તેટલામાં રાજાએ સંજ્ઞા પામી એક મુદ્દગર ગ્રહણ કર્યો કે જે મુગર કામાક્ષા દેવીએ આપેલ હતું, તે મુદગર વજુમય હતો અને સર્વ શસ્ત્રોને ભેદનાર હતો. પિતાના મુદગરથી રાજને નહીં હણાયેલી જોઇ ચકી ફરીથી જ્યારે રાજાને મારવા જતો હતો, ત્યારે રાજાએ ચક્કીના મસ્તકપર પિતાના મુદગરનો એવો પ્રહાર કર્યો કે ભૂમિપર પડ્યો. પછી તેને રાજાએ નાગપાશવડે એવો મજબુત બાંધી લીધો કે જેથી કરૂણાના સ્થાનરૂપ તે ચકી શ્વાસોશ્વાસ લેવાને પણ સમર્થ રહ્યો નહીં. તે ચક્રીને તેના કરોડો સુભટે ગ્રહણ કરવા આવ્યા, પણ તે સર્વેને રાજાએ બાવડે નિવાર્યા. “જ્વાળાના સમૂહવડે દેદીપ્યમાન થયેલા અગ્નિને કેણ નિવારી શકે ?" પિતાના સ્વામીને બાંધેલ જોઈ તેના દુ:ખની પીડાથી મરવાને તૈયાર થયેલા તેના સર્વવરે યુદ્ધથી નિવૃત્તિ પામ્યા નહિ; કેમકે તેઓ સ્વામીનું જ અનુકરણ કરનારા હતા. રાજાએ પિતાના સૈનિકેથી ચક્રીના સૈનિકોને હણાતા જોઈ બનેની રક્ષા માટે મોહિની વિદ્યાવડે તેમને મેહ પમાડ્યા. તેથી તેઓ સ્વ–પરને વિભાગ જયા વિના તથા શસ્ત્ર અને અશસ્ત્રને જાણ્યા વિના પરસ્પર અફળાઈને તથા હાથી, અશ્વ, રથ વિગેરે સાથે અફળાઈ અફળાઈને પૃથ્વી પર પડવા લાગ્યા તેમજ રાજાના સુભટે પણ તેમને હણવા લાગ્યા, તેથી તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. તે જોઈ રાજાએ પોતાના સુભટને નિવાર્યા. “અગ્નિની જવાળા ઓલાઈ ગયા પછી ધુમાડાને કણ કૂટે?” શત્રુના દ્ધાઓને મૃત્યુની સમીપે આવેલા જોઈ રાજાએ તેમને પાવડે સવસ્થ કર્યા. પછી સ્વસ્થ થયેલા તેઓ ફરીથી તેવી મેહની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust