________________ (476), જયાનંદ કેવળી ચરિત્ર. પણું પામ્યા. અનુક્રમે યુદ્ધ કરતાં યુદ્ધમાં ઉન્મત્ત થયેલા રાજાના સુભટોએ ચકીનું સૈન્ય ભાંગ્યું, ત્યારે ક્રોધથી સર્વ ચક્રીકુમાર એકીસાથે યુદ્ધ કરવા દેડયા. ધર્મને હરનારા દુર્વિક૯પોને જેમ શુભ ધ્યાન રૂંધે, તેમ સુભટેને હણતા તે કુમારને પવનવેગાદિક વીરેએ રૂંધ્યા. જેમ વક્રી થયેલા મંગલાદક કુર ગ્રહો પૃથ્વીપર સર્વ પ્રાણીઓને ભય આપનારા થાય છે, તેમ તે વખતે રાજાના સુભટો શત્રુના સૈન્યમાં ભય આપનારા થયા. તે જોઈ મેટા પરાક્રમવાળા અને ક્રોધ પામેલા તે ચકીના કુમારે ક્રમ વિના જ તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે આકાશ કોઈ ઠેકાણે ચકવડે કરીને જાણે સૂર્યમય હોય, કોઈ ઠેકાણે શક્તિવડે કરીને જાણે ઉલકામય હોય, કેઈ ઠેકાણે પરસ્પર અથડાયેલા શસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અગ્નિથી અગ્નિમય હોય, કેઈ ઠેકાણે આંતરા રહિત મળેલા બાણોના સમૂહવડે જાણે વાદળામય હોય અને કેઈ ઠેકાણે મુદ્દગરાદિકવડે જાણે ગીધ પક્ષીઓ ભમતા હોય તેવું દેખાતું હતું. અરિહંતના ધર્મની જેમ અનેક શસ્ત્રસમૂહોને વિસ્તારતા તે ચકીના વીરેએ યુદ્ધભૂમિને વિષે શત્રુઓનો પરાજય કર્યો. ત્યારે પિતાના સુભટના સંહારની શંકા થવાથી શ્રી જયાનંદ રાજાએ સ્ત્રીરૂપે-સિંહે જોડેલા રથ પર આરૂઢ થઈ રણભૂમિમાં પ્રવેશ કર્યો. તે વખતે સૂર્યના પ્રસરવાથી વૃક્ષની છાયા જેમ વિપરીત થાય, તેમ સંગ્રામભૂમિમાં તે રાજાના પ્રસરવાથી શત્રુ સુભટેની શ્રેણિ વિપરીત ગતિવાળી થઈ ગઈ ચકીના પુત્રોએ તેમને યુદ્ધ માટે બોલાવ્યા, ત્યારે તેમણે હસીને કહ્યું કે–“રે રે! સુભટે! તમારા ભાઈઓને બાંધ્યા છે, તે શું તમે ભૂલી ગયા છો? રે રે! મુંધે! તમે શીધ્ર નાશી જાઓ, નાશી જાઓ. આટલા દિવસ સુધી વીર પુરૂષોનો વિજય કરી જે કાંઈ યશ મેળવ્યો હોય તેનું સારી રીતે રક્ષણ કરો; કારણકે મારા એક પણ ચપેટાને સહન કરે એવા મનુષ્ય, સુર કે અસુરને વિષે એક પણ વીરને હું તે નથી. મારી પાસે સર્વ 'હાથીઓ માટીના પિંડ સમાન છે, સમગ્ર અશ્વો કાષ્ઠના રમકડા સમાન છે, દ્ધાઓ લેપનાં પુતળાં સમાન છે, લેહના રથ વૃક્ષના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust