________________ તેરમો સર્ગ. (481) પાડી દીધા, તો પણ તે અત્યંત શુરવીર હોવાથી વારંવાર ઉઠી ઉઠીને વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરતા હતા. ત્યારપછી “આ શ્રીજયાનંદ રાજાએ શસ્ત્રવડે પણ મને જીતે તેવો ઉદ્યોત કર્યો” એમ ધારી જાણે લજજા પામ્યો હોય તેમ સૂર્ય અસ્તગિરિપર કઈક ઠેકાણે છુપાઈ ગયે. અથવા–“પ્રતાપે કરીને મારા મિત્રરૂપ આ ચકીને આ રાજા મારા જ ઉદ્યોતથી ન હણ” એમ જાણે સૂર્યને વિચાર થયો હોય તેમ તે અસ્ત પામ્યો. ત્યારપછી સંગ્રામને વિરામ, શસ્ત્ર તથા પીડાયેલાનું સજજ થવાપણું તથા એક સૈન્યને હર્ષ અને બીજાને શેક એ વિગેરે સર્વ પ્રથમની જેમ થયું. તે વખતે “અહિંસાદિક પુણ્ય કાર્યો જ જય, આરોગ્ય અને સુખના સમૂહને આપે છે, તથા હિંસાદિક પાપકર્મો જ તેથી વિપરીત પણને એટલે પરાજય, રોગ અને દુઃખના સમૂહને આપે છે” એમ તે રણસંગ્રામ જ પ્રગટ કરતો હતે. બુદ્ધિરૂપી ધનવાળો પુરૂષ જેમ તર્કશાસ્ત્રની યુકિતઓનું સ્મરણ કરે તેમ તે ચક્રીએ રાત્રીએ પોતાની અખલિત મુક્તિને માટે સમગ્ર વિદ્યાની શ્રેણિને સંભારી. જેમાં સ્ત્રીને આધીન થયેલા અધમ પુરૂષો કૃત્ય અને અકૃત્ય વિગેરે કાંઈ જાણતા નથી તેમ નિદ્રાવડે આલિંગન કરાયેલા વીરાએ સુખ દુઃખ વિગેરે કાંઈ પણ જાણ્યું નહિ. | ઇતિ શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રમાં શ્રી જયાનંદ રાજા અને વિદ્યાધર ચકવતીના યુદ્ધને વિષે છઠ્ઠા દિવસના યુદ્ધને વિસ્તાર પૂર્ણ થયો. સાતમો દિવસ. જેમ ધર્મને ઉપદેશ કરનાર ગુરૂ મોહરૂપી નિદ્રાથી સુતેલા ભવ્ય પ્રાણીઓને ધર્મની વાણીવડે જાગૃત કરે છે–બોધ પમાડે છે, તેમ ઉદય પામેલા સૂર્યના સારથિ અરૂણે સુતેલા વીરેને પિતાના કિરવડે જાગૃત કર્યા; અથવા જેમ જાંગુલિ વિદ્યાને જાણનાર પુરૂષ વિષની મૂછીથી પડેલા જનને ઉભા કરે તેમ રાત્રીએ સુતેલા વીરને ઉદય પામેલા અરૂણે ઉભા કર્યો. અથવા પરમાર્થ રીતે જોતાં બે મિત્રો વચ્ચે પણ આવો વિશ્વને દુઃખદાયક કલેશ કેમ થાય? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust