________________ ( 478) જયાનંદ કેવળી ચરિત્ર. હસ્તાહર્તી, મુષ્ટામુષ્ટી, ગદાગદી, શકતાશક્તી અને ચકાચકી યુદ્ધ કર્યું. અહીં ચરિત્રકારે કંતુક વચન આ પ્રમાણે લખેલ છે નીસાણ ધમેં, દેલ મેં, દમામા દમદમેં, ઝલ્લરી છમછમેં, યોગિનું ડમરૂડમડમે, દિસિ ગમગમે, વયરિ કેપે ધમધમેં, કાયર કંપે, જિમજિમ ભટભીડે, તિમતિમ રસ ચડે, એકે આહયા પડે, બીજ ગાઢ રાજડે, કાહલા વડગ્રડે, દર્દશી દડદડે, ખાંડાં ખડખડે, સન્નાહ કડકડે, ધડ પધડ થડથડે, ભૂમિમાં ફડફડે, ગિરિ શિખર ખડહેડે, શિલા રડવડે, પાતાલે સુર ભડભડે, ભેગીઓ દડવર્ડ, મેત તે હડહડે, ગજ ગડગડે, વૃક્ષ કડકડે, વ્યંબક ત્રહત્રહ, ધીર ગહગહે, તેના જસ મહમહે, મહાધજ લહલઉં દિગિરિ હલવલે, સાયર ઝલહલે, નગર ખલભલે, વીરહાથે ચળવલે, પડિયા હલવલે, ભલ ઝલહલે, રૂધિર ખલખલે, લેક કલકલે, નારી બલબલે, ગુઝાર થઈ ન ચૂકે નાસતાં બાણ મૂકે હાથી ચાલે લહકે, પગે નેઉર ખલકે, એના અંગ લટકે, એક તેજે ઝલકે, રથ ભાંજે, જયનાદ વાજે, નીચ નાસત લાજે, એક એક હઈ તાજે', બલિયા હરખે ગાજે.” કર્તાએ આ માત્ર કૌતુકથી જ લખ્યું છે, માટે સર્વત્ર આ વાંચવા લાયક નથી, કેમકે કવિઓ અને વ્યાખ્યાન કરનારા પંડિતેની વાણું યોગ્ય સભાસદોની અપેક્ષાવાળી હોય છે. સૈન્યના અધિકારી પુરૂષ અને સૈન્યને વિષે ફરી ફરીને જે વાહન રહિત હતા, તેમને વાહને આપતા હતા, શસ્ત્ર રહિતને શસ્ત્રો આપતા હતા, ભૂખ્યાને સુખડી વિગેરે ખાવાનું આપતા હતા, અને તરણ્યાને જળ આપતા હતા, તેમજ યુદ્ધમાં થાકી ગયેલાને તેમના મિત્રાદિક ત્યાંથી બીજે ઠેકાણે લઈ જતા હતા. અહીં ચકી અને રાજા બને મહાવીરેએ ચિરકાળ સુધી પરસ્પર લેહના શસ્ત્રોવડે યુદ્ધ કર્યું અને દેવેને પણ આશ્ચર્ય યુકત કર્યો. પછી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust