________________ અગ્યારમે સર્ગ. (379) જાણવી. વળી બીજી પણ અનેક હિતકારક પાઠસિદ્ધ વિદ્યાઓ અમે તમને આપશું કે જેના વડે આખું જગત વશ કરી તમે ચક્રવતી જેવા રાજા થશે, વળી તમારી ઈચ્છામાં આવે એવી બીજી સ્ત્રીઓનું પણ પાણિગ્રહણ ખુશીથી કરજે. અમે દર રહેલી એવી પણ તમારી સમગ્ર ઈષ્ટ વસ્તુઓ લાવી આપશું. અમારી સાથે ભેગા કરવાના પ્રભાવથી તમને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે નહીં, ઇંદ્રિયો હાનિ પામશે નહીં, વ્યાધિઓ થશે નહીં અને બળને ક્ષય પણ થશે નહીં. એક સાથે ઘણ રૂપ કરીને પણ અમારી સાથે તમે ક્રીડા કરી શકશો, એમ કરવાથી ઇંદ્રને પણ દુર્લભ એવું કામસુખ તમે પામશો.” આ પ્રમાણે જગતને મેહ કરનારી તેમની વિવિધ વાણી તે રાજાને વિષે જળથી ભરેલાં ઘડા ઉપર નાંખેલા જળની જેમ ઉપર થઈને ચાલી ગઈ, અથત્ નિષ્ફળ થઈ. ત્યારે તેઓ વારંવાર ભિન્ન ભિન્ન મિષવડે પિતાના સ્તન, સાથળ, નાભિવિગેરે અવયે પ્રગટ દેખાડવા લાગી અને વચ્ચે વચ્ચે ચુંબન તથા આલિંગન વિગેરે કરવા લાગી. તેમજ મૃદંગ અને પડહના ધ્વનિપૂર્વક વણા અને વાંસળી વિગેરેના નાદ સહિત નૃત્ય કરવા લાગી અને આ પ્રમાણે મેહ ઉત્પન્ન કરે તેવું ગીત ગાવા લાગી:– અમે આવી ચોસઠ જોગી, નિત્ય વિલસો નવ નવ ભેગી; અમે કામ મહાજર રેગીણી, રતિ ન લહે તુમ વિયેગીણી. 1. ' ઈમ ગાવે રંગે કામણ, નવ જીવણ નાચે જેગી. એ આંકણી. અમે રંભા ગોરી અંગીણી, નર સેહગ સુંદરી રંગીણી; જગ જાઈએ જીગણ લિંગી, સવિ સુરનર જતું રંગીણી. 2. ઈમ ગાઇ તવ રૂપ સોભાગે રાચતી, ઇંહાં આવી હરખે નાચતી; તુમ પ્રિયતમ પામી મલપતી,નવિમૂકું કહમવિ જીવતી. 3. ઈમગા. વર ચંપક સોવન ગેરડી, ગુણ ગાતી ભાંભડભેલડી; પય સેવા કરશું તોરડી, અમે છઈયે સેહગ એરડી. 4. ઈમ ગા. 1 કામરૂપી મહાવરના રોગવાળી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust