________________ (388) જયાનંદ કેવળી ચરિત્ર. ઓળગે તેવી મારી પ્રિયાને જોઈ કામદેવથી વ્યાપ્ત થઈ ગયો અને જેમ સીંચાણે પક્ષી ચકલીને પકડે તેમ તેને ગ્રહણ કરી પોતાના વિમાનમાં બેસી શીધ્રપણે આકાશમાં ચાલ્યો ગયે. તે વખતે ખી ખેંચી ક્રોધથી આક્રોશ કરતો હું તેની પાછળ દોડ્યો. મને પાસે આવેલ જેમાં ક્રોધથી ઉદ્ધત થયેલા તે દેવે વિમાનમાંથી આવી મારા મસ્તક પર મુષ્ટિને સપ્ત પ્રહાર કર્યો, તેના ઘાતથી વ્યથા પામેલી હું વાયુથી તુટી પડતા નાળીએરની જેમ કેઈ સરોવરમાં કમલિનીના સમૂહપર મૂછિત થઈને પડ્યો. પછી જળ, કમળ અને શીત વાયુથી મારી મૂછ દૂર થઈ, ત્યારે મેં તરફ દષ્ટિ નાંખી, તે લક્ષ્યમાં ન આવે તે તે અધમ સુર જ્યાં ચાલ્યા ગયે તેની ખબર પડી નહીં, તેથી પ્રિયાના વિયાગવડે પીડા પામતે હું વિલખ થઈને ઘણે વિલાપ કરવા લાગ્યા. પછી જાણે ચેતન્ય રહિત થયો હોઉં એમ હું મહા કષ્ટવડે મારા નગરમાં આવ્યો. ત્યાં મંત્રી વિગેરેના પૂછવાથી મેં મારે સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યો. તે સાંભળી તેઓએ મને આશ્વાસન આપી તેણીની શોધ કરવા માટે ઘણું સુભટને ચોતરફ મોકલ્યા. તેઓએ અનેક સરોવર, નદી, વન, દ્વીપ અને પર્વત વિગેરે સ્થળોમાં ચિરકાળ સુધી મારી પત્નીની શોધ કરી, પણ તેણીને પત્તો નહીં મળવાથી વિલખા થયેલા તેઓએ પાછા આવી તે સ્વરૂપ મને નિવેદન કર્યું. તે સાંભળી નિરાશ થઈ હું મૂછ પામીને ભૂમિ ઉપર પડી ગયે. તે વખતે મંત્રીઓએ મને સજ કરી સદુપદેશવડે બાધ પમાડ્યો. પછી મને વિચાર થયો કે–“મારે સ્વામી ચક્રાયુધ રાજા વિદ્યાના બળથી મારા દુશ્મનને જાણીને મારી પ્રિયાને તેની પાસેથી છોડાવશે” આવી આશાને વશ થયેલા અને દુ:ખથી પીડિત થયેલા મેં વિદ્યાધરના રાજા ચક્રાયુધ પાસે જઈને તે હકીકત નિવેદન કરી; પરંતુ સમર્થ છતાં તેણે મારું દુઃખ દૂર કર્યું નહીં. “પુરૂષને ખરી રીતે પિતાનાં ભાગ્યે જ ફળે છે, સ્વામીની સેવા વિગેરે કાંઈ પણ ફળ આપતાં નથી.” કહ્યું છે કે-“ઈંદ્રને પણ સંતોષ પમાડ, ચક્રવતીની સેવા કર, મંત્રની સાધના કર, ચેટકાદિક (ભૂત પ્રેતાદિક) ને વશ કર, જંગલમાં અટન કર અને અતિ વિષમ સમુદ્રને તરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust