________________ : (436) જ્યાનંદ કેવળી ચરિત્ર. કેઇ સુભટ યુદ્ધ કરતે ન હોય, અથવા તેણે શસ્ત્ર મૂકી દીધું હોય, અથવા દીન થયો હોય, અથવા નાસી જતો હોય, અથવા પડી જતો હોય તે તેનાપર સામા રહેલા સુભટે પ્રહાર નજ કરે, એવો તે બન્ને રાજાઓને સિદ્ધાંત હતો. પછી સમાન શ્રેણિમાં રહેલા તે બને સૈન્યને પિતાપિતાના સ્વામીની આજ્ઞાથી વાંસળી (બીંગલ) નામના વાજિત્રને શબ્દ ચાલવાની પ્રેરણા કરી, ત્યારે અનુક્રમે ચાલતા તે બન્ને સૈન્ય મુગર જેવા હાથીના પગ વડે હણીને પૃથ્વીને ફેડતા હતા, રથના ચાલતા ચકની ધારાવડે પૃથ્વીને ફાડતા હતા, અશ્વના પગરૂપી ગદાના આઘાતવડે પૃથ્વીને અત્યંત નિર્દોષવાળી કરતા હતા, પોતાના મોટા ભારવડે નાગરાજની હજાર ફણાઓને પીડા ઉપજાવતા હતા, કઠણ પૃષ્ઠવાળા કમઠ (કાચબા)ને પ્રાણને સંશય પમાડતા હતા, અને વરાહ (ભુંડ) ની અત્યંત દઢ દાઢાને પણ ભાંગી નાંખતા હતા. કેઈપણ વખત પ્રાપ્ત નહીં થયેલા પરસ્પરના સમાગમસુખને પ્રાપ્ત કરવા માટે તે બન્ને પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર જેવા સૈન્ય એક બીજાની સન્મુખ ઉતાવળે ચાલવા લાગ્યા. “હું પહેલે, હું પહેલ” એમ બેલી યુદ્ધની ઉત્સુકતાને લીધે શ્રેણિને ભંગ કરી શ્રેણિની બહાર નીકળી આગળ ચાલતા પોતપોતાના સુભટને પોતપોતાના પ્રતિહારે નિવારતા હતા. સૈન્યએ ઉડાડેલી અને શત્રુઓને અત્યંત અંધતા આપનારી સુભટના જેવી ધૂળ જાણે પ્રથમ યુદ્ધ કરવામાં ઉત્સુક થઈ હોય તેમ આગળ ચાલી. ભુંડ, સિંહ, શાર્દૂલ, હાથી, વાઘ અને પાડા વિગેરે તથા અશ્વ, સર્પ, વાનર, મૃગ, મેર, ધેટે અને વૃક્ષ વિગેરે વિવિધ પ્રકારનાં ચિહોવડે દૂરથી પણ સામા સુભટને ઓળખી ઓળખીને તેમનું નામ ગ્રહણ કરવાપૂર્વક પ્રગટપણે યુદ્ધને માટે પસંદ કરીને સુભટ ચિરકાળે પ્રાપ્ત થયેલા બાંધની જેમ તેમને ઉંચે સ્વરે બોલાવવા લાગ્યા. એ રીતે ઉત્કંઠા સહિત ચાલતા બનેનાં અગ્રસૈન્યને પરસ્પર ભેટભેટ થઈ ગયે. તેમાં જાણે પાંખેવાળા પર્વત હોય તેવા હાથીઓ પરસ્પર મળ્યા, એજ રીતે જાણે ગરૂડ હોય તેવા અશ્વો, સાક્ષાત પૃથ્વીના વિ I ITI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust